આ એક એવો દેશ છે જ્યાં એક પણ ATM નથી અને સિમકાર્ડ તો સોનાના ભાવે મળે છે

18 October, 2019 10:35 AM IST  | 

આ એક એવો દેશ છે જ્યાં એક પણ ATM નથી અને સિમકાર્ડ તો સોનાના ભાવે મળે છે

એટીએમ

દુનિયા બહુ ફાસ્ટ વિકસી રહી છે એવો દાવો થઈ રહ્યો છે ત્યારે ઈસ્ટ આફ્રિકાનો એરિટ્રિઆ નામનો દેશ એવો છે જ્યાં એક પણ એટીએમ નથી. આ વાત એક-બે દાયકા પહેલાંની નહીં, આજની તારીખની થઈ રહી છે. ૨૦૧૯માં પણ હજી આ દેશમાં એટીએમ છે જ નહીં. આપણે ત્યાં મોબાઇલ આવી ગયા છે અને હવે પીસીઓ તો સાવ જ અદૃશ્ય થઈ ગયા છે, પરંતુ અહીંના લોકોને હજી પીસીઓમાં જ ફોન કરવા જવું પડે છે. પોતાના જ અકાઉન્ટમાંથી પૈસા કાઢવા હોય તો તેઓ એક મહિનામાં ૨૩,૫૦૦ રૂપિયાથી વધુની રકમ ઉઠાવી નથી શકતા. એ જ કારણોસર એક વ્યક્તિને કાર ખરીદવા ૧૧ મહિનાની રાહ જોવી પડેલી. તે દર મહિને પૈસા કાઢવાની નિયત મર્યાદા મુજબ પૈસા કાઢતો હતો. હા, ઘરમાં લગ્નપ્રસંગ હોય તો એ માટે તમારે સરકાર પાસેથી લેખિતમાં ખાસ પરવાનગી લઈને પૈસા ઉઠાવી શકો છો. એરિટ્રિઆમાં માત્ર એક જ ટેલિકૉમ કંપની છે એરીટેલ, જે સરકારના નિયંત્રણમાં છે અને એ સવિર્સ ખૂબ જ ખરાબ અને મોંઘી છે. અહીં મોબાઇલું સિમ ખરીદવાનું કામ પણ લોઢાના ચણા ચાવવા જેવું છે. એ માટે સ્થાનિક પ્રશાસનની મંજૂરી લેવી પડે છે.

આ પણ વાંચો : ઓડિશા ભાષામાં બોલતા રોબો ભોજન પીરસે છે આ રેસ્ટોરાંમાં

સિમ લીધા પછી પણ તમે મોબાઇલથી ઇન્ટરનેટ વાપરી શકો એમ નથી. ટૂરિસ્ટો જો ટેમ્પરરી સિમ કાર્ડ લેવા માગતા હોય તો એ માટે સરકારી પરવાનગીની જરૂર પડે છે. ધારો કે પરવાનગી મળી જાય તો દેશ છોડતી વખતે સિમ જમા કરાવ્યા પછી જ બહાર જવાનું અલાઉડ છે.

offbeat news hatke news