હવે ગ્લવ્ઝ કરશે અમેરિકાની સાંકેતિક ભાષાનું શબ્દોમાં રૂપાંતર

03 July, 2020 11:18 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

હવે ગ્લવ્ઝ કરશે અમેરિકાની સાંકેતિક ભાષાનું શબ્દોમાં રૂપાંતર

ગ્લવ્ઝ

અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ સંકેતોનું ભાષાંતર કરતાં ગ્લવ્ઝનું સંશોધન કર્યું છે. બોલી કે સાંભળી ન શકતા લોકોની કે અન્ય સાંકેતિક ભાષાને સમજી શકનારા લોકો ઓછા હોય છે. એ બાબતની નિર્ધારિત તાલીમ લેનારા સ્પેશ્યલ ટીચર્સ કે અન્યોને અથવા બોલી કે સાંભળી ન શકતી વ્યક્તિઓના કુટુંબીજનોને સાંકેતિક ભાષાનો પરિચય હોઈ શકે, પરંતુ સર્વસામાન્ય રીતે સંકેતોની નિર્ધારિત ભાષા સૌને સમજાતી નથી. જર્નલ નેચર ઇલેક્ટ્રૉનિક્સમાં પ્રકાશિત રિસર્ચ પેપરમાં સેન્સર્સવાલાં ગ્લવ્ઝ શોધાયાં છે જે અમેરિકન સાઇન લૅન્ગ્વેજના અક્ષરો, શબ્દો કે રૂઢિપ્રયોગોને પારખવા માટેનાં સેન્સર્સ ધરાવે છે. સેન્સર્સ એ બધા અક્ષરો, શબ્દો અને રૂઢિપ્રયોગો કે મુહાવરાનાં અર્થઘટનો સ્માર્ટફોન ઍપને મોકલે છે. અમેરિકન સાઇન લૅન્ગ્વેજમાં વ્યક્તિના ચહેરાને લગાડેલાં ઑપ્શનલ સેન્સર્સ ચહેરાના હાવભાવનાં અર્થઘટનો કરીને સ્માર્ટફોન ઍપમાં ટ્રાન્સમિટ કરે છે. એને કારણે સાઇન લૅન્ગ્વેજને સમજાવનારા અનુવાદકો, ભાષાંતરકારો કે ઇન્ટરપ્રિટર્સની જરૂર રહેતી નથી. સંશોધકોની ટીમના વડા અને યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયામાં બાયો એન્જિનિયરિંગના અસિસ્ટન્ટ પ્રોફેસરનું માનવું છે કે આ સંશોધનથી અમેરિકન સાઇન લૅન્ગ્વેજ શીખવાના ઇચ્છુકોની સંખ્યા વધશે.

offbeat news hatke news international news