પચીસ પર્સનાલિટી ધરાવતી આ કન્યા અચાનક ટીનેજર બની જાય તો ક્યારેક...

11 February, 2021 07:23 AM IST  | 

પચીસ પર્સનાલિટી ધરાવતી આ કન્યા અચાનક ટીનેજર બની જાય તો ક્યારેક...

પચીસ પર્સનાલિટી ધરાવતી કન્યા

એક નહીં, બે નહીં, પચીસ પર્સનાલિટી હોય ત્યારે કેવી મુશ્કેલી નડે એ બ્રિટનની ૨૩ વર્ષની બો હુપર નામની કન્યાને પૂછવું પડે. આ કન્યાને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઑર્ડર અથવા ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઑર્ડર નામની માનસિક વ્યાધિ હોવાથી તેની પર્સનાલિટી સતત બદલાતી રહે છે. બો હુપર ક્યારેક ટ્રેસી નામની ટીનેજર બની જાય છે તો ક્યારેક પાંચ વર્ષની બાળકી લૈલા બની જાય છે અને ક્યારેક ટેક્સાસ નામની પ્રૌઢ મહિલા બની જાય છે.

એ યુવતી પચીસેક અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવે છે એવું નિષ્ણાતોનું કહેવું છે અને આમ થવાનું કારણ આઘાતને કારણે આ‍વી માનસિક વ્યાધિ થતી હોવાનું મનાય છે.

આવી માનસિક વ્યાધિને કારણે બો હુપરને ઘણી સમસ્યાઓ થાય છે. કેમ કે તેની પર્સનાલિટી અચાનક જ ચેન્જ થઈ જાય છે અને એ કેટલો સમય એવી જ રહેશે એ કહેવાનું મુશ્કેલ છે. એને કારણે તેને નોકરી પણ મળતી નથી. મલ્ટ‌િપલ પર્સનાલિટી ડિસઑર્ડરનાં લક્ષણોમાં યાદદાશ્ત ગુમાવવા અને કેટલીક બાબતોમાં અજાગૃત સ્થિતિ જેવી અનેક બાબતો હોય છે. સ્પ્લિટ પર્સનાલિટી, મલ્ટ‌િપલ પર્સનાલિટી અને સ્કિઝોફ્રેનિયા જેવી માનસિક વ્યાધિઓના વિષય પર અનેક ભાષાઓમાં અનેક ફિલ્મો અને નાટકો બન્યાં છે; પરંતુ વાસ્તવમાં એ સ્થિતિનો મુકાબલો કરતી વ્યક્તિઓની વિટંબણા જુદી હોય છે. બો હુપર ટીનેજર હતી ત્યારથી તેને એ બીમારી લાગુ પડી છે.

offbeat news hatke news international news