આ વિદ્યાર્થિની ડાન્સ કરીને ટ્રાફિક કન્ટ્રોલ કરે છે

20 November, 2019 09:10 AM IST  |  Pune

આ વિદ્યાર્થિની ડાન્સ કરીને ટ્રાફિક કન્ટ્રોલ કરે છે

આ યુવતી ડાન્સ કરીને કંટ્રોલ કરે છે ટ્રાફિક

પુણેની સિમ્બાયોસિસ કૉલેજમાં ભણતી શુભી જૈન હાલમાં ઇન્દોર પોલીસ સાથે વૉલન્ટિયર તરીકે કામ કરી રહી છે. તેણે લોકોને ટ્રાફિકના નિયમો પાળતા કરવા માટે અનોખો જુગાડ લગાવ્યો છે. હેલ્મેટ ન પહેરનારાઓને અને ટ્રાફિકના નિયમો તોડનારને તે બહુ પ્રેમથી સમજાવે છે અને હેલ્મેટ પહેરનારાઓનો આભાર પણ માને છે. શુભી જૈનને ડાન્સનો જબરો શોખ છે એટલે તે ટ્રાફિક કન્ટ્રોલના કામ દરમ્યાન પણ ડાન્સ કરતી રહે છે. હાથ જોડીને કાર ચાલકોને સીટ બેલ્ટ પહેરવા વિનંતી કરે છે અને બાઇકરોને હેલ્મેટ માટે શિખામણ આપે છે. ૨૩ વર્ષની આ કન્યા હાલમાં ટ્રાફિક સુધાર ક્ષેત્રે ઇન્ટર્નશિપ માટે ઇન્દોર આવી છે અને ડાન્સિંગ મૂવ્સ દ્વારા સ્થાનિકોમાં લોકપ્રિય થઈ ગઈ છે.

pune offbeat news hatke news