લો બોલો, આ દેડકો સાપની સવારી કરે છે

06 June, 2020 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લો બોલો, આ દેડકો સાપની સવારી કરે છે

દેડકો સાપની સવારી

સાપ અને દેડકાની દુશ્મની સામાન્ય છે. દેડકો સાપનું પ્રિય ભોજન મનાય છે. સાપને જો દેડકો દેખાય તો તે તરત જ તેને ગળી જવા લપકી પડે, તો સામા પક્ષે દેડકો પણ સાપથી દૂર જ નાસતો હોય છે. આ બન્ને પ્રાણીઓ ભાગ્યે જ સામસામે આવતાં હોય છે. જોકે હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એક દેડકો સાપ પર સવારી કરી રહ્યો છે. સાપ પર આરામથી એક કાળા રંગનો દેડકો બેઠેલો વીડિયોમાં જોઈ શકાય છે, પણ જેવો સાપ પોતાના દરમાં જવાની કોશિશ કરે છે ત્યારે દેડકો તરત જ કૂદીને સાપના શરીર પરથી ઊતરી જાય છે. સાપ અને દેડકા વચ્ચે દોસ્તી છે કે કેમ એવો સવાલ થાય, પણ એનો કોઈ જવાબ આ વીડિયોમાં મળતો નથી.

national news offbeat news hatke news