ઈદ પર આ ફૅમિલીનો ડાન્સ વીડિયો થયો વાઈરલ, મળી ચૂક્યા આટલા વ્યૂઝ

25 May, 2020 07:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈદ પર આ ફૅમિલીનો ડાન્સ વીડિયો થયો વાઈરલ, મળી ચૂક્યા આટલા વ્યૂઝ

ઈદ પર આ ફૅમિલીનો ડાન્સ વીડિયો થયો વાઈરલ

કોરોના વાઈરસના મહામારીના કારણે ચારેતરફ લૉકડાઉન છે. હાલ લૉકડાઉનના લીધે લોકો પોતાના ઘરોમાં બંધ હોવા છતાં પોતાના ખાસ અંદાજમાં ઈદ ઉજવતા નજર આવી રહ્યા છે. ઈદના પ્રસંગે પર એક ફૅમિલીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં લોકો વિવિધ પ્રકારના ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વિશે વાત કરીએ તો આ મલેશિયામાં રહેનારા એક પરિવારે બનાવ્યો છે. પહેલા આ વીડિયો ટ્વિટર પર શૅર કર્યો હતો. જ્યારે લોકો આને પસંદ કરવા લાગ્યા અને ઈદના અવસરે એકબીજાને મોકલવા લાગ્યા. તો આ વીડિયોને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શૅર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં જે ગીત પર આ ફૅમિલી ડાન્સ કરતી નજર આવી રહી છે. આ ગીત છે 'ડેડી ફ્રીયર'નું હિટ ગીત 'થિન્ક અબાઉટ થિંગ્સ' છે. આ વીડિયોને મ્યૂઝિકલ આર્ટિસ્ટ એડમ ઈમાનુલ્લાહએ શૅર કર્યો. આ વાઈરલ વીડિયોમાં ઈમાનુલ્લાહ, એની બહેન અને એની માતા-પિતા ગીતના બીટ્સ પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. આ વીડિયોના વાઈરલ થતા જ 'થિંક અબાઉટ થિંગ્સ' ડાન્સ ટિક-ટૉક પર પણ વાઈરલ થઈ ગયો છે. ફક્ત એટલું જ નહીં 55 હજાર લોકો આ ગીત પર ડાન્સ કરીને પોતાનો વીડિયો શૅર કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર 'થિંક અબાઉટ થિંગ્સ' ચેલેન્જ ટ્રેન્ડ કરી રહ્યા છે.

આ પણ વાંચો : લ્યો બોલો, ટિક-ટૉકની કરિશ્મા કપૂરે મચાવી ધૂમ, જોઈને તમે પણ ચોંકી જશો

ટ્વિટર પર આ વીડિયોના શૅર થયા બાદ 60 લાખથી વધારે સમય લોકોએ જોઈ લીધું છે. તે જ સમયે, લોકો આખા પરિવારની પ્રશંસા કરતા થાકતા નથી રહ્યા. 33 સેકન્ડની આ વીડિયો ક્લિપને અત્યાર સુધી 1 લાખથી વધુ રિ-ટ્વીટ અને 5 લાખથી વધુ લાઈક્સ મળી છે.

offbeat news hatke news twitter international news eid