દસ-દસ ભાષા આવડે છે ‍દુબઈના ટૅક્સીવાળાને

13 October, 2020 07:17 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દસ-દસ ભાષા આવડે છે ‍દુબઈના ટૅક્સીવાળાને

હુસેન સઇદ

બહુ ભણેલાગણેલા લોકોને પણ મોટા ભાગે ત્રણ-ચારથી વધુ ભાષા આવડતી નથી હોતી, પણ દુબઈમાં કૅબ ચલાવીને પોતાનું ભરણપોષણ કરતા હુસેન સઇદ નામના મૂળ પાકિસ્તાની ભાઈને દસ-દસ ભાષા આવડે છે. પેશાવરના વતની હુસેન કમાવા માટે દુબઈમાં છે અને અહીં તે ટૂરિસ્ટોને ફેરવતાં-ફેરવતાં અનેક વિદેશી ભાષાઓ શીખી ગયા છે. તેની કૅબ આમ તો અન્ય ટેક્સીવાળાઓ જેવી જ દેખાય છે, પણ તેની સાથે સફર કરતી વખતે જો તમે વાતો કરો તો અચરજ પામી જાઓ એમ છો. ૩૩ વર્ષના હુસેનને અરૅબિક, તગાલોગ, મલયાલમ, મૅન્ડરિન, રશિયન, ફારસી, ઇંગ્લિશ, હિન્દી, ઉર્દૂ અને પૅશ્તો એમ દસ ભાષામાં ફ્લુઅન્ટલી વાતો કરતાં આવડે છે. દરેક ભાષા તે એવી રીતે બોલે છે જાણે એ જ તેની માતૃભાષા હોય.

હુસેન છેલ્લા ૧૪ વર્ષથી દુબઈમાં છે અને આ ભાષાઓ શીખવા માટે તેણે કોઈ ક્લાસ નથી કર્યા, બલ્કે ગૂગલ ટ્રાન્સલેટ અને ખાસ લૅન્ગવેજ લર્નિંગ ઍપ દ્વારા તે જાતે જ શીખ્યો છે.

dubai offbeat news hatke news