એક ડૉગીએ ભાઈનું ખાવાનું ચોરીને ખાધું, પછી અનોખી રીતે માફી પણ માગી લીધી

27 June, 2020 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ડૉગીએ ભાઈનું ખાવાનું ચોરીને ખાધું, પછી અનોખી રીતે માફી પણ માગી લીધી

ડૉગી

સોશ્યલ મીડિયા પર બે ડૉગીનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં વૉટ્સન અને કોકો નામના બે શ્વાનભાઈઓનો વિડિયો છે. વૉટ્સન એના શ્વાનભાઈ કોકોનું ખાવાનું ચોરીને ખાઈ લે છે. સ્વાભાવિક છે કે ભાઈ નારાજ થઈ જાય છે. જોકે એ પછી વૉટ્સન અનોખી રીતે એની માફી માગે છે એ જોઈને કોઈના પણ ચહેરા પર સ્મિત રેલાઈ જાય.

વિડિયોમાં ડૉગીની માલિક વૉટ્સનને ઠપકો આપીને કહે છે કે મેં તમને બન્નેને એક-એક સ્ટિક આપી હતી, પણ તેં કોકોની સ્ટિક પણ ખાઈ લીધી. તારે એને સૉરી કહેવું પડશે. આટલું સાંભળતાં જ વૉટ્સન કોકોને ગળે વળગાડે છે. જે રીતે વૉટ્સન કોકોને ગળે વળગાડે છે એ જોઈને ભલભલાના ચહેરા પર સ્મિત આવી જાય.

offbeat news hatke news international news