પોતાના ઘરમાં કોરોનાદેવીનું મંદિર બનાવ્યું છે આ ભાઈએ

24 July, 2020 07:03 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

પોતાના ઘરમાં કોરોનાદેવીનું મંદિર બનાવ્યું છે આ ભાઈએ

કોરોનાદેવીનું મંદિર બનાવ્યું

થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે પશ્ચિમ બંગાળની કેટલીક મહિલાઓએ આસનસોલ શહેરમાં આવેલા છિન્નામસ્તા તળાવના કિનારે નાનું મંદિર બનાવીને મંત્રોચ્ચાર અને ભજન ગાવાનું શરૂ કર્યું છે. ૨૦ વર્ષની યુવતીઓથી લઈને ૭૫ વર્ષની વૃદ્ધા સહિત તમામ વયની મહિલાઓ દેવીના મંદિરે દર સોમવાર અને શુક્રવારે ભક્તિ કરવા આવતી અને કોરોનામાઈ મહામારીથી બચાવશે એવી શ્રદ્ધા સાથે પ્રસાદરૂપે ફળો, શાકભાજી, ઘી અને ગોળ જેવી ચીજો ધરાવતી હતી.

આ મહિલાઓની જેમ જ કેરળના કડક્કલ ગામના અનિલન મુહુર્તમ નામના શખસે કોરોનાદેવીની પૂજા માટે મંદિર બનાવ્યું છે. કણ-કણમાં ભગવાનની હિન્દુ ધર્મની માન્યતા મુજબ બનાવેલા આ મંદિરને તેણે ડૉક્ટરો, હેલ્થ વર્કર્સ, મીડિયા-કર્મચારીઓ, પત્રકારો અને કોરોનાની રસી તૈયાર કરનાર રિસર્ચર્સને સમર્પિત કર્યું છે.

સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા અનિલન જણાવે છે કે કોરોનાદેવીની પૂજા કરવા ઇચ્છતા લોકો કુરિયર કે પોસ્ટ દ્વારા પૂજા કરી શકે છે અથવા મને ફોન કરીને પ્રસાદ પણ મગાવી શકે છે.

kerala offbeat news hatke news coronavirus