પોતે ચિત્ર દોરતો હોય એવાં પેઇન્ટિંગ્સ બનાવે છે આ ચિત્રકાર

29 July, 2020 07:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોતે ચિત્ર દોરતો હોય એવાં પેઇન્ટિંગ્સ બનાવે છે આ ચિત્રકાર

પેન્ટર

સામાન્ય રીતે કોઈ ચિત્રકારનાં ચિત્રો વખણાતાં હોય, પણ આજે આપણે એક એવા ચિત્રકારની વાત કરવાના છીએ જેનાં ચિત્રો તો વખણાય છે, પણ એ ચિત્રોની ખાસિયતમાં એ ચિત્રકાર ખુદ પણ એક હિસ્સો હોય છે. સીમસ રે નામનો આર્ટિસ્ટ પહેલાં ચિત્રો દોરે છે અને પછી પોતે એ ચિત્ર દોરતો હોય એવો પોઝ ઉમેરે છે.

આમ તો એકાદ વર્ષ પહેલાં તેને આવો વિચાર આવેલો કે પોતે ચિત્ર દોરતો હોય ત્યારે કેવો લાગે છે એ પણ તેના ચિત્રોમાં છતું થવું જોઈએ. પોતાના આ વિચારનો અમલ તેણે થોડાક મહિનાઓ પહેલાં કરી જ નાખ્યો. દસ દિવસ પહેલાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતે પેઇન્ટિંગ કરતો હોય એવું પેઇન્ટિંગ શૅર કર્યું.

આ પણ વાંચો : કાર-રેસ જોવા સ્ટેડિયમમાં જવા ન મળ્યું તો ક્રેન ભાડે કરીને રેસ માણી

એને એટલો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો કે તેણે એ પછી તો આવાં બીજાં ત્રણેક પેઇન્ટિંગ્સ બનાવી દીધા. લોકોને આર્ટિસ્ટનો આ નવો અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.

offbeat news hatke news national news