આ કુટુંબે સતત ૧૫૩ દિવસ પરિશ્રમ કરીને રચ્યો હસ્તલિખિત બાઇબલનો વિક્રમ

21 November, 2019 08:58 AM IST  |  UAE

આ કુટુંબે સતત ૧૫૩ દિવસ પરિશ્રમ કરીને રચ્યો હસ્તલિખિત બાઇબલનો વિક્રમ

આ પરિવારે રચ્યો વિક્રમ

સંયુક્ત આરબ અમીરાતના એક પરિવારે સતત ૧૫૩ દિવસ પરિશ્રમ કરીને વિશ્વનું સૌથી મોટું હસ્તલિખિત બાઇબલ (લગભગ ૧૫૦૦ પાનાં)ની રચવાનો વિક્રમ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાવ્યો હતો. મનોજ વર્ગીઝ, તેની પત્ની સુસાન, દીકરો કરુણ અને દીકરી કૃપાએ વારાફરતી બાઇબલનાં પાનાંની વિગતો એ-વન સાઇઝના કાગળ પર ઉતારતાં હતાં. બાઇબલનાં પાનાં કૉપી કરવાની પ્રવૃત્તિ રોજ ૧૨થી ૧૫ કલાક ચાલતી હતી. ગિનેસ બુકમાં રેકૉર્ડ નોંધવાની પૂર્વશરત રૂપે સર્વેયર-ગ્રાફોલૉજિસ્ટ પાસે પુસ્તક તપાસાવ્યું હતું.

united arab emirates offbeat news