માથે ચૉકલેટ મિલ્કનો ગ્લાસ મૂકીને સ્વિમિંગ પૂલમાં તરી આ કન્યા

05 August, 2020 07:14 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

માથે ચૉકલેટ મિલ્કનો ગ્લાસ મૂકીને સ્વિમિંગ પૂલમાં તરી આ કન્યા

માથે ચૉકલેટ મિલ્કનો ગ્લાસ મૂકીને સ્વિમિંગ પૂલમાં તરી

અમેરિકાની કેટી લેકી નામની ૨૩ વર્ષની ઑલિમ્પિક ચૅમ્પિયને અત્યાર સુધીમાં વિશ્વ સ્તરની પચીસ ચૅમ્પિયનશિપ જીતી છે. સૌથી વધુ તરણસ્પર્ધાઓ જીતનારી આ મહિલા સ્વિમરે તાજેતરમાં પોતાની અનોખી ટેલન્ટ દર્શાવતો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. એમાં તે સ્વિમિંગ પૂલમાં એક છેડે ચૉકલેટ મિલ્કનો એક ગ્લાસ સાથે ઊભી છે. તરવાનો પોઝ લઈને તે ચૉકલેટ મિલ્કનો ગ્લાસ પોતાના માથે મૂકે છે અને પછી એટલી સ્મૂધલી હાથ અને પગ હલાવે છે કે તે પાણીમાં તો આગળ વધતી રહે છે, પણ માથે મૂકેલો દૂધનો ગ્લાસ એમ જ સ્થિર રહે છે. કેટી સ્વિમિંગ પૂલના બીજા છેડે પહોંચી જાય છે ત્યાં સુધી એ ગ્લાસમાંથી દૂધનો એક છાંટો પણ નીચે પડતો નથી. બીજા છેડે પહોંચીને તે અદાથી એ જ ગ્લાસમાંથી ચૉકલેટ મિલ્ક પીએ છે. સોશ્યલ મીડિયા પર ઑલિમ્પિક ચૅમ્પિયનની આ વિડિયો ક્લિપના બે મોંએ વખાણ થઈ રહ્યા છે.

united states of america offbeat news hatke news