ઘરને ‘બિગ બૉસ’ની જેમ અન્ડર કૅમેરા મૂકવા તૈયાર હો તો આ કંપની પૈસા આપશે

06 December, 2019 09:09 AM IST  |  Japan

ઘરને ‘બિગ બૉસ’ની જેમ અન્ડર કૅમેરા મૂકવા તૈયાર હો તો આ કંપની પૈસા આપશે

પ્રતિકાત્મક તસવીર

આપણે ત્યાં ‘બિગ બૉસ’માં કેટલાક લોકો આખો દિવસ અન્ડર કૅમેરા રહેવા તૈયાર થાય છે અને ટીવી પર એનું પ્રસારણ થાય છે. જોકે જપાનની એક ઇન્ફોટેક કંપની તમારી રિયલ લાઇફનું રેકૉર્ડિંગ કરે છે. ટોક્યોની પ્લાઝમા ઇન્કૉર્પોરેટેડ કંપનીએ ‘પ્રોજેક્ટ એક્ઝોગ્રાફ’ નામના વિવાદાસ્પદ સોશ્યલ એક્સપરિમેન્ટમાં સહભાગી થવા લોકોને આમંત્રણ આપ્યું છે અને એને કારણે ન્યુઝપેપર્સ અને ન્યુઝ ટીવી ચૅનલ્સમાં ઘણો ઊહાપોહ મચ્યો છે. કંપનીના કહેવા મુજબ લોકોને એક મહિના માટે ઘરના લિવિંગરૂમ્સ, બાથરૂમ્સ, ચેન્જિંગ એરિયાઝ, કિચન્સ અને ઘરના બીજા ભાગોમાં કૅમેરા અને વાયરિંગ્સ ગોઠવવાની છૂટ આપવાનો અનુરોધ કંપનીએ કર્યો છે. સોશ્યલ એક્સપરિમેન્ટના અંતે એમાં આવરી લેવાયેલી વ્યક્તિઓને ઓળખી ન શકાય એ રીતે ફુટેજને એડિટ કરવામાં આવશે. એડિટ કરેલું ફુટેજ વિવિધ કંપનીઓને મોકલવામાં આવશે. એ કંપનીઓ ફુટેજનો વપરાશ ધંધાદારી રીતે  કરી શકાય કે નહીં એની તપાસ કરશે. પ્રોજેક્ટ એક્ઝોગ્રાફમાં સહભાગી થનાર વ્યક્તિઓને ફિલ્મિંગની છૂટ આપવા બદલ ૧,૩૨,૯૩૦ યેન (અંદાજે ૮૭,૦૮૭ રૂપિયા) આપવાનું નક્કી કર્યું છે. એ પ્રયોગમાં ત્રીસેક વર્ષની વ્યક્તિએ ટોક્યોના ૨૩ સ્પેશ્યલ વૉર્ડ્સમાં રહેવાનું છે. એ રકમ વધારીને બે લાખ યેન (અંદાજે ૧,૩૧,૦૦૦ રૂપિયા) કરવામાં આવી હતી.

offbeat news hatke news