નવ કિલોની આ બિલાડીને હાલમાં ડાયટિંગ કરાવવામાં આવી રહ્યું છે

20 November, 2019 09:03 AM IST  |  UK

નવ કિલોની આ બિલાડીને હાલમાં ડાયટિંગ કરાવવામાં આવી રહ્યું છે

આ બિલાડી છે જાડી...

બ્રિટનની ચાર વર્ષની એક બિલાડીને થોડાક દિવસ પહેલાં એક કૅટ્સ પ્રોટેક્શન સેન્ટરમાં લાવવામાં આવી હતી. એને જોઈને ત્યાંના કર્મચારીઓ પણ અચંબિત થઈ ગયેલા. કેમ કે પેસ્લે નામની આ બિલાડીનું વજન સાડા નવ કિલો છે, જે બિલાડીના સામાન્ય વજન કરતાં બમણું છે. પેસ્લેબાઈ એટલાં જાડાં થઈ ગયેલાં કે એ નથી બરાબર બેસી શકતી કે ન તો ચાલી શકતી. પોતાનું શરીર પણ બરાબર ખંજવાળી કે સાફ નથી કરી શકતી. પેસ્લેનો માલિક પણ બિલાડીના વધતા વજનથી એટલો કંટાળેલો કે ન પૂછો વાત. ધ્યાન રાખી શકાતું ન હોવાથી તે જાતે જ અડૉપ્શન માટે એને કૅટ પ્રોટેક્શન સેન્ટરમાં મૂકી ગયો. પ્રોટેક્શન સેન્ટરની કર્તાહતા તાનિયા માર્શનું કહેવું છે કે ૧૩ વર્ષથી આ સેન્ટર ચલાવે છે પણ હજી આટલી જાડી બિલાડી જોઈ નથી. આ બિલાડીને તેના માલિકે બેફામ ખાવાનું આપ્યે રાખ્યું અને જરૂરી કસરત કે ઍક્ટિવિટી કરાવી જ નહોતી. હવે પેસ્લેને સાજી કરવા માટે એને ડાયટિંગ કરાવવામાં આવી રહ્યું છે. તેના માટે ડાયટ-ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે એક્સરસાઇઝ પણ કરાવવામાં આવે છે. થોડા જ દિવસમાં એના વજનમાં ઘટાડો થયો છે, પણ હજીયે જો વજન નહીં ઘટ્યું તો તેને ડાયાબિટીઝ થવાની સંભાવના છે.

offbeat news hatke news