80 વર્ષના આ કુલી કાકા આજકાલ ફ્રીમાં સામાન ઉપાડીને મદદ કરે છે

03 June, 2020 07:48 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

80 વર્ષના આ કુલી કાકા આજકાલ ફ્રીમાં સામાન ઉપાડીને મદદ કરે છે

80 વર્ષના આ કુલી

દેશના વિવિધ ખુણેથી લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે અને લખનઉ સ્ટેશન પર આવનારા મુસાફરોની સંખ્યા ઘણી મોટી છે. એવામાં આજકાલ આ સ્ટેશન પર ૮૦ વર્ષના એક કાકા હીરો બની ગયા છે. કાકાનું નામ છે મુજિબુલ્લાહ. ૮૦ વર્ષની ઉંમરે પણ કુલીનું કામ કરતા આ કાકા પચાસ કિલો વજન આરામથી ઊંચકી લે છે. અત્યારે તેઓ સ્ટેશન પર માઇગ્રન્ટ વર્કરોને તેમનો સામાન ઊંચકીને ગંતવ્ય સુધી પહોંચાડવાની સેવા આપે છે અને એ પણ ફ્રીમાં. મુજિબુલ્લાહ કાકાનું કહેવું છે કે આ કપરા સંજોગોમાં તેમને હું બીજી કોઈ મદદ તો નથી કરી શકતો, પર જાતે વજન વેંઢારીને લોકોની ખિદમત કરી શકું તોય ઘણું.

lucknow offbeat news hatke news