જપાનના 71 વર્ષના આ દાદા 36 વર્ષથી પૈસા નહીં, કૂપન જ વાપરે છે

21 November, 2020 08:06 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનના 71 વર્ષના આ દાદા 36 વર્ષથી પૈસા નહીં, કૂપન જ વાપરે છે

હિરોટોદાદા

જપાનના ૭૧ વર્ષના દાદા હિરોટો કિરીટાની લગભગ સેલિબ્રિટી જેવા બની ગયા છે. કૂપન્સ અને વાઉચર્સ સૌને ગમે છે, પરંતુ હિરોટોદાદા લગભગ ચાર દાયકાથી અને ૩૬ વર્ષથી નિયમિત રીતે કૂપન્સના આદાનપ્રદાનથી જલસા કરે છે. કોઈ કંપની હોટેલોમાં જમવાની, કોઈ કંપની શાકભાજી ખરીદવાની અને કોઈ કંપની વર્ષમાં ૩૦૦ ફિલ્મો જોવાની કૂપન્સ આપે છે.

આટલાં વર્ષોમાં ઘરનું ભાડું ભરવા કે એવી અન્ય કોઈ ચુકવણીઓને બાદ કરતાં ભાગ્યે જ પૈસા ખર્ચનારા હિરોટોદાદાને કેટલાક ટેલિવિઝન શોમાં પણ આમંત્રણ અપાતાં હોય છે. વર્ષોથી જે કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એ કંપનીઓ તરફથી અપાતી કૂપન્સનો તેઓ વપરાશ કરે છે. હિરોટો સોગઠાબાજી કે શતરંજ જેવી જપાનની શોગી નામની રમતના સારા ખેલાડી છે. પાંત્રીસેક વર્ષ પહેલાં ટોક્યો સિક્યૉરિટીઝ ક્યોવાકાઈ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્ટાફને એ રમત શીખવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારથી તેમને શૅરબજારમાં મૂડીરોકાણનો શોખ જાગ્યો છે. શૅરબજારમાં તેમને એક વખત મોટી રકમનો ફટકો પડી ચૂક્યો છે.

japan offbeat news hatke news international news