આ આજી 2200 કિલોમીટર સાઇકલ ચલાવીને જઈ રહ્યાં છે બુલઢાણાથી વૈષ્ણોદેવી

21 October, 2020 12:08 PM IST  |  Maharashtra | Gujarati Mid-day Correspondent

આ આજી 2200 કિલોમીટર સાઇકલ ચલાવીને જઈ રહ્યાં છે બુલઢાણાથી વૈષ્ણોદેવી

જુઓ આ દાદીની સાઈકલ સવારી

મહારાષ્ટ્રના બુલઢાણામાં રહેતાં ૬૮ વર્ષનાં એક કાકી સાઇકલ લઈને એકલા જ વૈષ્ણોદેવીની યાત્રા કરવા નીકળી પડ્યાં છે. આ ઉંમરે વડીલો બાજુના ગામમાં એકલા દર્શન કરવા જવાનું હોય ત્યારે પણ ખચકાટ ધરાવતા હોય છે ત્યારે આ આજી કૉટનની સાડી પહેરીને સાઇકલ પર નીકળી પડ્યાં છે. બુલઢાણાથી વૈષ્ણોદેવીનું અંતર લગભગ ૨૨૦૦ કિલોમીટર જેટલું છે અને આ યાત્રા કેટલી કઠિન હશે એનો તેમને પૂરતો અંદાજ છે. રોજિંદી જરૂરિયાતની ચીજો તેમણે પૅક કરીને સાઇકલની આગળ અને પાછળના કૅરીઅર પર બાંધી લીધી છે. આટલી લાંબી જર્નીમાં માજી એકલા જ છે એટલે ચિંતાનો વિષય કહેવાય, પણ તેમનો કૉન્ફિડન્સ અદભુત છે. રતન શારદા નામના ટ્વિટર યુઝરે માજીનો વિડિયો અપલોડ કર્યો છે જેમાં તેઓ પોતાની આ લાંબી અને કઠિન યાત્રાની વાત કરે છે. યાત્રામાં અધવચ્ચે રોડ પર ઊભા રાખીને તેમનો ઇન્ટરવ્યુ લેવાયો હોય એવું લાગે છે. ‍આ વિડિયો જોઈને લાખો લોકોએ આ ઉંમરે સાઇકલયાત્રા કરવાની માજીની હામ માટે ખૂબ વખાણ કર્યા છે.

maharashtra mumbai mumbai news offbeat news hatke news