શરીરે માત્ર અન્ડરવેઅર પહેરીને 1600 કિલોમીટરના પ્રવાસે નીકળ્યા છે આ ભાઈ

21 January, 2020 08:23 AM IST  | 

શરીરે માત્ર અન્ડરવેઅર પહેરીને 1600 કિલોમીટરના પ્રવાસે નીકળ્યા છે આ ભાઈ

માત્ર અન્ડરવેઅર પહેરીને ૫૫ વર્ષની વયનો એક વ્યક્તિ ૧૬૦૦ કિલોમીટરના પ્રવાસે નીકળ્યો છે. આ મહાનુભાવનું નામ માઇકલ કુલન, પરંતુ લોકોમાં તે સ્પીડો મિકના નામે વિખ્યાત છે. લિવરપુલ સિટીનો રહેવાસી માઇકલ સડકો પર ફરતો હોય છે અને સ્ટેડિયમમાં પણ જાય છે. ગમે એ મોસમ હોય તે માત્ર એક અન્ડરવેઅર અને કૅપ જ પહેરે છે.

આ પ્રવાસમાં સ્પીડો મિકે વરસાદ અને હિમવર્ષાનો પણ સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ પાછળનો તેનો મૂળ હેતુ ૯૨ લાખ રૂપિયા એકઠા કરવાનો છે. આ ફન્ડ તે જરૂરતમંદ બાળકો માટે ચૅરિટીમાં આપશે.

આ પણ વાંચો : કેરળના મુસ્લિમોએ મસ્જિદની અંદર હિન્દુ યુગલને હિન્દુ વિધિથી લગ્ન કરાવી આપ્યાં

સ્પીડો મિકનો પ્રવાસ સ્કૉટલૅન્ડના ઉપરી ભાગથી શરૂ થઈ લિવરપુલ અને લંડન થઈને ઇંગ્લૅન્ડમાં પૂરો થશે. અત્યાર સુધીમાં તે ૮૧ લાખ રૂપિયા એકઠા કરી ચૂક્યા છે. હાલમાં પગમાં ઇજા થવાને કારણે તેમણે પ્રવાસ અધવચ્ચે રોકવો પડ્યો હતો. હવે તેમનો પગ સારો થઈ જતાં ફરીથી પ્રવાસ શરૂ કરી રહ્યા છે. આવા અળવીતરા પ્રવાસનો વિચાર તેમને ૨૦૧૪માં જ્યારે તેઓ ૫૦ વર્ષના હતા ત્યારે આવ્યો હતો. જોકે એની શરૂઆત ૨૦૧૭માં કરી હતી.

offbeat news hatke news international news