16 વર્ષની કન્યા બની એક દિવસ માટે ફિનલૅન્ડની પ્રાઇમ મિનિસ્ટર

08 October, 2020 07:32 AM IST  |  Finland | Gujarati Mid-day Correspondent

16 વર્ષની કન્યા બની એક દિવસ માટે ફિનલૅન્ડની પ્રાઇમ મિનિસ્ટર

આ છોકરી બની એક દિવસ માટે ફિનલૅન્ડની પ્રાઇમ મિનિસ્ટર

૨૦૦૧માં આવેલી અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’ યાદ આવી જાય એવો જ એક કિસ્સો તાજેતરમાં ફિનલૅન્ડમાં બન્યો છે. એ ફિલ્મમાં ચીફ મિનિસ્ટરનો રોલ કરનારા અમરીશ પુરી એક દિવસ માટે અનિલ કપૂરના પાત્રનને ચીફ મિનિસ્ટર બનાવે છે. એ ફિલ્મ જોઈને બધાને થયું હશે કે આવું તો રીલ લાઇફમાં જ બને, રિયલ લાઇફમાં નહીં. પણ આવું ફિનલૅન્ડમાં હકીકતમાં બન્યું છે. ફિનલૅન્ડના પ્રાઇમ મિનિસ્ટર સના મરીને પોતાના દેશની સર્વોચ્ચ જવાબદારીની પોસ્ટ એક દિવસ માટે એક ટીનેજરને સોંપી દીધી હતી. મતલબ કે સના મરીને એક દિવસ માટે ઍવા મુર્તો નામની ટીનેજરને એક દિવસની પ્રધાનમંત્રી બનાવી હતી. ચિલ્ડ્રન્સ રાઇટ્સ ચૅરિટી પ્લાન ઇન્ટરનૅશન સંસ્થાના નેજા હેઠળ ‘ગર્લ ટેકઓવર’ નામના કૅમ્પેઇન માટે ‘પીએમ ફૉર અ ડે’ નામના મૂવમેન્ટ શરૂ કરવામાં આવી હતી જેના ભાગ રૂપે આ કામ થયું હતું. ઍવા ક્લાઇમેટ ચેન્જીસ અને હ્યુમન રાઇટ્સ માટે સક્રિય રીતે કાર્યરત છે. તેણે ગઈ કાલે દેશના સંસદસભ્યો અને મિનિસ્ટરો સાથે આ વિષયને લગતી બેઠક પણ કરી હતી.

આ આખીય ઍક્ટિવિટી પાછળ છોકરીઓ પણ કેટલી મહત્ત્વની છે અને નાની ઉંમરના લોકો મુક્ત વિચાર સાથે પુખ્તોને પણ ઘણું શીખવી શકે છે એવી જાગૃતિ માટે આ વન ડે પ્રોગ્રામ હાથ ધરાયો હતો.

finland offbeat news hatke news international news