107 અબજ રૂપિયાનો બ્રાઇડલ ગાઉન બનાવ્યો છે ઇજિપ્શિયન ડિઝાઇનરે

01 February, 2020 07:31 AM IST  |  Paris

107 અબજ રૂપિયાનો બ્રાઇડલ ગાઉન બનાવ્યો છે ઇજિપ્શિયન ડિઝાઇનરે

ઇજિપ્શિયન ડિઝાઇનરે બ્રાઇડલ ગાઉન

થોડા દિવસ પહેલાં ઇજિપ્શિયન ડિઝાઇનર હૅની એલ બેહિરીએ પૅરિસના ઓરિયેન્ટલ ફૅશન શો માટે પ્લેનના રનવે પર બ્રાઇડલ ગાઉન રજૂ કર્યો હતો. એ ગાઉનને હાથીદાંતના તારનાં બનેલાં જાળીદાર કપડાં અને સિલ્ક ઑર્ગન્ઝાને સેંકડો હીરા જડીને રિચ એમ્બ્રૉઇડરીથી સજાવવામાં આવ્યો હતો. ઇજિપ્શિયન ડિઝાઇનર એ ડ્રેસ સૌથી મોંઘા ડ્રેસિસમાં ત્રીજા ક્રમે હોવાનો દાવો કરે છે. ઇજિપ્તના અમીર પરિવારની દીકરીએ ઑર્ડર કરેલો ગાઉન બનાવતાં ૮૦૦ કલાક લાગ્યા હતા. એ ડ્રેસની કિંમત ૧૫ મિલ્યન ડૉલર (અંદાજે ૧૦૭ અબજ રૂપિયા) છે. ગયા અઠવાડિયે પૅરિસના કેરોસલ ડુ લુવ્ર ખાતે યોજાયેલા ઓરિયેન્ટલ ફૅશન શોની ૩૪મી એડિશન માટે ડ્રેસ બનાવવામાં આવ્યો હતો.

વિશ્વમાં સૌથી મોંઘો ડ્રેસ ૨૦૦૯માં બનાવવામાં આવ્યો હતો, જે ૩૦ મિલ્યન ડૉલર (૨૧૪ અબજ રૂપિયા)નો નોંધાયો હતો. એ ડ્રેસ ‘નાઇટિંગડેલ ઑફ ક્વાલા લમ્પુર તરીકે ઓળખાય છે. એના પછી બીજા ક્રમે ૨૦૧૩માં બ્રિટિશ ડિઝાઇનર ડેબી વિન્ઘામે બનાવેલો ૧૭.૭ મિલ્યન ડૉલર (અંદાજે ૧૨૬.૨૦ અબજ રૂપિયા)નો ડ્રેસ નોંધાયો છે.

paris offbeat news hatke news