દસ વર્ષના કિશોરે છ મહિના તંબુમાં રહીને 71 લાખ રૂપિયા ભેગા કર્યા

22 October, 2020 10:42 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

દસ વર્ષના કિશોરે છ મહિના તંબુમાં રહીને 71 લાખ રૂપિયા ભેગા કર્યા

તંબુમાં રહીને આ બાળકે 71 લાખ રૂપિયા ભેગા કર્યા

બ્રિટનમાં રહેતા ૧૦ વર્ષના બાળક મૅક્સ વુઝીએ તંબુમાં રહીને ચૅરિટી માટે ૭૫,૦૦૦ પાઉન્ડ એટલે કે આશરે ૭૧ લાખ રૂપિયા ભેગા કર્યા છે. વાત એમ હતી કે મૅક્સને પાડોશમાં રહેતા રિક નામના ૭૪ વર્ષના દાદા જોડે દોસ્તી થઈ ગઈ હતી. ઉંમરમાં ૬૪ વર્ષનો તફાવત હોવા છતાં બન્ને વચ્ચે બહુ મજાની દોસ્તી હતી.

જ્યારે રિક અવસાન પામ્યા એ પહેલાં તેમણે મૅક્સને ભેટમાં ટેન્ટ આપ્યો હતો. રિકદાદાએ મૅક્સને તંબુ ભેટમાં આપતી વેળા કહ્યું હતું કે આ તંબુના માધ્યમથી કંઈક સાહસ કરી બતાવજે. મૅક્સ ૨૦૦ રાત એ તંબુમાં રહ્યો અને ધર્માદા માટે ભંડોળ એકઠું કર્યું. ધર્માદાનો ફાળો આપવા માટે તેણે રિક અને તેની પત્ની આખરી દિવસોમાં જ્યાં સારવાર-આશ્રય હેઠળ હતાં એ નૉર્થ ડેવોન હોસ્પાઇસની પસંદગી કરી હતી. ૨૦૦ રાત તંબુમાં રહીને ભેગા કરેલા ૭૧ લાખ રૂપિયા  મૅક્સે નૉર્થ ડેવોન હોસ્પાઇસને આપ્યા હતા.

offbeat news hatke news great britain