ખિસકોલીને પાણી માગતી જોઈ છે?

18 July, 2020 06:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ખિસકોલીને પાણી માગતી જોઈ છે?

પાણી પીતી ખિસકોલી

સોશ્યલ મીડિયા પર એક માણસના હાથમાં પાણીની બૉટલ જોઈને બે પગે ઊભી થઈને પીવાનું પાણી માગતી ખિસકોલીનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે. એ લોકપ્રિય વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરાયા પછી એના ૩ લાખથી વધારે વ્યુઝ, ૧૫,૦૦૦થી વધારે વ્યુઝ, ૩૦૦૦થી વધારે રીટ્વીટ્સ તથા હજારો કમેન્ટ્સ નોંધાયાં છે.

વિડિયોમાં તરસી ખિસકોલીએ રસ્તે ચાલતા એક માણસના હાથમાં પાણીની બૉટલ જોતાં એ ઊભી થઈને પાણી માગવા માંડી અને બૉટલનું ઢાંકણું ખોલીને એના મોઢા પાસે ધર્યું ત્યારે એ ગટક-ગટક પાણી પીવા માંડી એ ઘટનાએ અનેક લોકોને ભાવવિભોર કર્યા છે. 

offbeat news wildlife hatke news