રામની મૂર્તિ ચોરી અને બાદ ભગવાન સૂવા નથી દેતા કહીને પૂજારીને પાછી આપી

02 June, 2019 09:25 AM IST  |  અયોધ્યા

રામની મૂર્તિ ચોરી અને બાદ ભગવાન સૂવા નથી દેતા કહીને પૂજારીને પાછી આપી

રામની મૂર્તિ

અયોધ્યા શહેરના નજરબાગ વિસ્તારમાં આવેલા રામમંદિરમાં સોમવારે ચોરી થઈ હતી. ગર્ભગૃહનું તાળું તોડીને ભાઈસાહેબ અંદરથી આઠ ઇંચની ભગવાનની મૂર્તિ ઉપાડી ગયેલા. ૧૪૦ વર્ષ જૂની અષ્ટધાતુમાંથી બનેલી ભગવાન રામની મૂર્તિ રાતોરાત ગાયબ થઈ જતાં મંદિરના પૂજારી અને ભક્તોમાં હાહાકાર મચી ગયો. જોકે શુક્રવારે બપોરે ચોર પોતે મંદિરમાં આવ્યો અને પૂજારીને મૂર્તિ પાછી આપી દઈને સ્વીકાર્યું કે ‘મેં ભગવાન રામની મૂર્તિ ચોરી હતી. આ મૂર્તિને કારણે મને રાતે ઊંઘ નથી આવતી અને મારી તબિયત બગડી ગઈ છે.’

આ પણ વાંચો : આ બહેન સિરૅમિકનાં વાસણ હ્યુમન યુરિન વાપરીને બનાવે છે

મંદિરના મહંતે પોલીસને કહ્યું હતું કે શુક્રવારે બપોરે એ માણસ ચોરેલી મૂર્તિ સાથે આવ્યો હતો અને ભગવાન તેને ઊંઘવા નથી દેતા એમ કહીને મૂર્તિ પાછી આપી ગયો હતો. આમ તો ચોરે આ વાત પોલીસને કહેવાની ના પાડી હતી, પરંતુ કાનૂની કારણસર તેમણે એમ કરવું પડ્યું હતું. અત્યારે ચોરભાઈ પોલીસની પકડમાં છે.

ayodhya offbeat news hatke news