'પોલીસ કી પાઠશાલા': પોલીસ સ્ટેશનમાં જ બનાવી દીધી બાળકો માટે સ્કૂલ

20 May, 2020 05:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

'પોલીસ કી પાઠશાલા': પોલીસ સ્ટેશનમાં જ બનાવી દીધી બાળકો માટે સ્કૂલ

'પોલીસ કી પાઠશાલા'

આખી દુનિયામાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. આ ખતરનાક વાઈરસથી બચવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉનની અવધિ 31 મે સુધી વધારવામાં આવી છે. લોકોને ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે લૉકડાઉનના લીધે લોકો અહીંયા ત્યાં ફસાયા છે અને બે મહિનાથી પોતાના ઘરે પણ પાછા નથી ફર્યા. આવી જ એક ઘટના સામે આવી છે.

દિલ્હીના ગ્રેટર કૈલાશમાં બે સ્કૂલ જનારી છોકરીઓ અને ત્રણ અન્ય બાળકોના માતા-પિતા લૉકડાઉનના કારણે ઘરે પાછા ફર્યા નથી, તો પોલીસે બાળકોને પોલીસ સ્ટેશન લઈ આવી છે. બાળકો કૈલાશ કૉલોનીના એમસીડી આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરે છે. છોકરી ચોથા ધોરણમાં ભણી રહી છે, ત્યારે ત્રણ અન્ય બાળકો સ્કૂલ નથી જતા. પોલીસે બાળકો માટે પોલીસ સ્ટેશનમાં જ સ્કૂલ બનાવી દીધી અને ત્યા એમનો અભ્યાસ ચાલી રહ્યો છે.

હેડ કૉન્સ્ટેબલ તારા ચંદ અને નીલમ આ બાળકોને રોજ અભ્યાસ કરાવે છે. બન્ને એમને રાઈમ્સ, અલ્ફા, રંગ અને શરીરના વિવિધ પાર્ટ્સનો અભ્યાસ કરાવે છે. પોલીસ 10 એપ્રિલથી બાળકોને રોજ એક કલાક ભણાવે છે. શરૂઆતમાં માતા-પિતાએ પોલીસને ભણાવવાની અનુમતિ નહોતી આપી, પછી તેઓ માની ગયા.

વરિષ્ઠ અધિકારીઓએ તેનું અનુસરણ કર્યું અને બોર્ડ, રંગીન પુસ્તકો અને અન્ય સ્થિર સામગ્રી પ્રદાન કરી. તેની શરૂઆત 10 એપ્રિલથી થઈ હતી, જ્યારે પોલીસ કૉલોનીની દેખરેખ રાખવા અને જરૂરીયાતમંદ લોકોને અન્ન આપવા માટે પહોંચી હતી. ત્યારબાદ તે બાળકો વિશે જાણ થઈ અને તેઓને ગ્રેટર કૈલાસ પોલીસ સ્ટેશન લઈ આવ્યા, તેઓએ બાળકોને ભોજન અને માસ્ક પણ પૂરા પાડ્યા.

પોલીસે બાળકોને ભણાવવાનો નિર્ણય લીધો, જેથી તેઓ લૉકડાઉન દરમિયાન પણ અભ્યાસ પર ધ્યાન આપી શકે અને સમય પણ પસાર થતો રહે. કડકડતી ગરમીના લીધે પોલીસ સ્ટાફ એમને 5થી 6 વાગ્યા સુધી ભણાવે છે.

national news new delhi offbeat news hatke news