આ ટૅટૂ માત્ર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે ત્યારે જ દેખાય છે

19 November, 2020 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટૅટૂ માત્ર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે ત્યારે જ દેખાય છે

ટૅટૂ

જો તમને ટૅટૂ શરીર પર છૂંદાવાનો શોખ હોય, પણ એ બીજા કોઈને ખબર ન પડે એવું ઇચ્છો છો? દિવસે તો તમારા શરીર પર દોરેલાં ટૅટૂ બધા જોઈ શકે છે, પણ રાતના અંધારામાં સ્કિન પર શું છે અને શું નહીં એની કંઈ ખબર જ નથી પડતી.

મતલબ કે રાતની પાર્ટીના અંધારામાં પણ તમારા શરીરે ટૅટૂ ચળકી ઊઠે એવું ઇચ્છતા હો તો એ માટેના ઑપ્શન્સ હવે આવી ગયાં છે. હવે બ્લૅક લાઇટ ટૅટૂ તરીકે ઓળખાતાં યુવી ટૅટૂઝની પોપ્યુલરિટી ખૂબ વધી રહી છે. આ ટૅટૂને ઇનવિઝિબલ આર્ટ પણ કહેવાય છે, પરંતુ શરૂઆતના બેથી ત્રણ વર્ષ આ ટૅટૂ સાવ જ ન દેખાય એવાં નથી હોતાં.

યુવી લાઇટ્સવાળાં ટૅટૂની સ્કિન પરની લાઇનો ધીમે-ધીમે હળવી અને ઝાંખી થઈ જાય છે, પરંતુ શરૂઆતના બે-ત્રણ વર્ષ બાદ એ સાવ જ ઇનવિઝિબલ થઈ જાય છે. આ ટૅટૂની ઇન્ક ત્વચાની છેક અંદરના લેયરમાં મૂકવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં આ ટૅટૂનો ટ્રેન્ડ એટલો વધ્યો છે કે દર પચીસ ટૅટૂમાંથી એક અલ્ટ્રા-વાયોલેટ કિરણોવાળું ટૅટૂ હોય છે. 

offbeat news hatke news international news