કાર-રેસ જોવા સ્ટેડિયમમાં જવા ન મળ્યું તો ક્રેન ભાડે કરીને રેસ માણી

29 July, 2020 07:28 AM IST  |  Poland | Gujarati Mid-day Correspondent

કાર-રેસ જોવા સ્ટેડિયમમાં જવા ન મળ્યું તો ક્રેન ભાડે કરીને રેસ માણી

ક્રેન ભાડે કરીને રેસ માણતા દર્શકો

કોરોના રોગચાળાના માહોલમાં ઘણા સમયથી કોઈ રેસ કે ગેમ રમાઈ નથી. હવે જ્યારે સ્પોર્ટ્સ રમાવાનું શરૂ થયું છે ત્યારે પણ સ્ટેડિયમની કૅપેસિટીના ૨૫ ટકા લોકોને જ એમાં એન્ટ્રી અપાય છે. પોલૅન્ડના લુબ્લિન શહેરના ઝુઝલોવી સ્ટેડિયમમાં યોજાયેલી કાર-રેસ જોવા માટે સ્થાનિક લોકોએ જબરા જુગાડ ખેલ્યા હતા.

સ્ટેડિયમમાં સ્ટૅન્ડ્સ અને ગૅલરીઝની કુલ ક્ષમતાના ફક્ત પચીસ ટકા લોકોને બેસવાની પરવાનગી અપાઈ હતી, પરંતુ પોલૅન્ડમાં કાર-રેસના રસિયાઓની સંખ્યા ઘણી મોટી છે. રોગચાળામાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો જળવાય અને છતાં રેસની મજા માણવા મળે એ માટે એક ગ્રુપે ક્રેન ભાડે કરી હતી. આ ગ્રુપ મકાનો બાંધવામાં વપરાતી ક્રેન ભાડે કરીને સ્ટેડિયમની બહારથી રેસ જોવા માટે ઊભું રહી ગયું હતું. નૅશનલ સ્પીડવે એક્સ્ટ્રા લીગ સ્પર્ધાના આરંભમાં શરૂઆતમાં ત્રણેક ક્રેનો દેખાતી હતી. દરેક ક્રેનમાં લોકો ત્રણ કે ચારના જૂથમાં ઊભા હતા. જેમ-જેમ સ્પર્ધા આગળ વધતી ગઈ તેમ-તેમ ક્રેનો ઉમેરાતી ગઈ. ફેવરિટ સ્પર્ધકોને જોવા માટે વધુ ને વધુ લોકો ક્રેન ભાડે કરીને સ્ટેડિયમ પાસે ગોઠવાતા ગયા હતા.

poland offbeat news hatke news