રોડ પર પર્ફોર્મ કરીને ઘરે રહેલા લોકોને મોજ કરાવે છે આ મ્યુઝિશ્યન્સ

20 June, 2020 08:06 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

રોડ પર પર્ફોર્મ કરીને ઘરે રહેલા લોકોને મોજ કરાવે છે આ મ્યુઝિશ્યન્સ

મ્યુઝિશ્યન્સ

લૉકડાઉનના દિવસોમાં લાંબા વખતથી કામ-ધંધા વગર ઘરમાં પડેલા મેક્સિકો સિટીના મ્યુઝિશ્યન્સ ઘરમાં આવક વગર મુશ્કેલી સહન કરી રહ્યા છે. એ મુશ્કેલી દૂર કરવા માટે કેટલાક મ્યુઝિશ્યન્સ રસ્તા પર નીકળી પડ્યા છે. પોતાના પર્ફોર્મન્સથી ઘરમાં બેઠેલા લોકોને સંગીતની મોજ કરાવે છે. સામાન્ય રીતે હોટેલ-રેસ્ટોરાં-બારની ઑર્કેસ્ટ્રામાં અને ક્યારેક પાર્ટીમાં ગાતા અને વાદ્યો વગાડતા મ્યુઝિશ્યન્સ તેમના ટ્રમ્પેટ્સ, મરીમ્બા અને ગીરો જેવાં સ્થાનિક વાદ્યો પર પરંપરાગત ગીતો ગાઈવગાડીને લોકો પાસે બક્ષિસ માગે છે. આઇસોલેશનમાં રહેતા લોકો ઘરની બાલ્કનીમાંથી આનંદના ઉદ્ગાર વડે એ સંગીતકારોને બિરદાવે છે અને રસ્તે ચાલતા લોકો પણ ફરમાઈશ કરતા હોય છે. હાલમાં હજારો લોકો બેરોજગાર થયા છે. એ બેરોજગારોમાં ઑર્કેસ્ટ્રાના કલાકારો અને મ્યુઝિશ્યન્સનો પણ સમાવેશ છે. રોગચાળાના લૉકડાઉન પૂર્વેના સમયગાળામાં આવા કલાકારો વીક-એન્ડ અને રજાના દિવસોમાં રસ્તા પર પર્ફોર્મ કરતા હતા. એ વખતે બક્ષિસરૂપે તેઓ ૭૦૦થી ૧૧૦૦ રૂપિયા જેટલી કમાણી કરી લેતા હતા. હવે રસ્તા પર પર્ફોર્મન્સનો વિકલ્પ તેઓ અઠવાડિયાના વધારે દિવસોમાં અજમાવીને લૉકડાઉનમાં ઘરે બેસીને કંટાળેલા લોકોને મોજ કરાવીને બક્ષિસ મેળવે છે.     

mexico offbeat news hatke news