જપાનમાં છે મ્યાઉં મ્યાઉં મંદિર, નામ મુજબ એમાં મુખ્ય પૂજારી છે આ બિલાડી

15 August, 2020 07:37 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનમાં છે મ્યાઉં મ્યાઉં મંદિર, નામ મુજબ એમાં મુખ્ય પૂજારી છે આ બિલાડી

મ્યાઉં મ્યાઉં મંદિર

પ્રાણીપ્રેમીઓ અને એમાં પણ બિલાડીઓના ચાહકો માટે જપાનના ક્યોટો શહેરમાં આવેલું મ્યાઉં મ્યાઉં મંદિર એક એવું સ્થળ છે જ્યાં બિલાડીઓ પૂજાય છે. અહીં બિલાડીઓ મુખ્ય પૂજારી અને સહાયકની ભૂમિકામાં છે. ન્યાન ન્યાન જી જૅપનીઝ ભાષાના શબ્દ ન્યાન ન્યાન જીનો અનુવાદ અંગ્રેજીમાં મ્યાઉં મ્યાઉં શ્રાઇન એવો થાય છે.

કોયુકી નામની બિલાડી આ મંદિરની મુખ્ય પૂજારી છે. કોયુકીના માલિકનું કહેવું છે કે મંદિરમાં આવતા ભક્તોને આ બિલાડીની સાથે બેસીને વાતચીત કરવાનું બહુ ગમે છે. આ મંદિર તોરુ કાયા નામના એક ચિત્રકારે ૨૦૧૬માં ખોલ્યું હતું. ‌

બિલાડીની થીમ પરના આ મંદિરમાં અનેક મૂર્તિઓ અને રેખાચિત્રો પણ છે. આ મંદિર બિલાડીના થીમનું છે અને અહીં ખાવાપીવાની વ્યવસ્થા પણ છે, પરંતુ એ પણ કૅટ-થીમ પર છે. અહીં એક ખાસ દુકાન છે જ્યાંથી કૅટની થીમના સૉવેનિયર્સ ખરીદી શકાય છે.

આ મંદિરમાં કોયુકી બિલાડીનો જબરો ઠસ્સો છે. એને જોવા અને મળવા ઘણા ચાહકો આવે છે અને કલાકો સુધી બેસી રહે છે.

japan offbeat news hatke news international news