વિશ્વનું સૌથી નાનું રુબિક્સ ક્યુબ બન્યું છે જપાનમાં, કિંમત છે 1.32 લાખ

28 September, 2020 07:14 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

વિશ્વનું સૌથી નાનું રુબિક્સ ક્યુબ બન્યું છે જપાનમાં, કિંમત છે 1.32 લાખ

રુબિક્સ ક્યુબ

લગભગ બધા જ લોકોએ ક્યારેક ને ક્યારેક રુબિક્સ ક્યુબ રમ્યા જ હશે, પરંતુ આંગળીના વેઢા પર સમાઈ જાય એટલા નાના કદનાં રુબિક્સ ક્યુબ વિશે ક્યારેય વિચાર્યું નહીં હોય, પરંતુ આટલા નાના કદનું રુબિક્સ ક્યુબ પણ છે, જેને જપાનમાં આવેલા હંગેરીના દૂતાવાસમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. આ રુબિક્સ ક્યુબ ૯.૯ મિલીમીટર બાય ૯.૯ મિલીમીટરનું એટલે કે અંદાજે ૦.૩૯ ઇંચનું છે. એનું વજન બે ગ્રામ છે. મેગાહાઉસ કૉર્પોરેશન નામની કંપની દ્વારા આ બનાવવામાં આવ્યું છે, જેનું વેચાણ પણ બુધવારથી શરૂ થયું છે અને એની કિંમત ૧,૯૦,૦૦૦ યેન અર્થાત્ ૧.૩૨ લાખ રૂપિયા છે. હંગેરીના એક આર્કિટેક્ચર પ્રોફેસર ઍરનો રુબિક દ્વારા ૧૯૭૦માં આ પઝલની શોધ થઈ હતી.

અમેરિકન કંપનીએ ૮૦ના દાયકામાં એને બાળકો માટેના રમકડા તરીકે બજારમાં મૂકતાં એને ઘણી લોકપ્રિયતા મળી હતી. માત્ર બે જ વર્ષમાં અમેરિકામાં જ આવાં ૪૦ લાખ રુબિક્સ ક્યુબ વેચાયાં હતાં.

offbeat news hatke news japan international news