વિશ્વનું સૌથી ધીમું મ્યુઝિકલ કૉમ્પોઝિશન 2640ની સાલમાં પૂરું થશે

15 September, 2020 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વનું સૌથી ધીમું મ્યુઝિકલ કૉમ્પોઝિશન 2640ની સાલમાં પૂરું થશે

વિશ્વનું સૌથી ધીમું મ્યુઝિકલ કૉમ્પોઝિશન 2640ની સાલમાં પૂરું થશે

આજકાલ ફાસ્ટ મ્યુઝિકનું ચલણ છે. એકદમ હાઇપર નોટ પર મ્યુઝિક વાગે અને ત્રણ-ચાર મિનિટમાં તો ગીત પૂરું. જોકે વિશ્વમાં એક એવી જગ્યા છે જ્યાં સૌથી ધીમું મ્યુઝિક વગાડવામાં આવી રહ્યું છે. ધીમું એટલે વૉલ્યુમમાં નહીં, ગતિમાં ધીમું. એએસએલએસપી (ઍઝ સ્લો ઍઝ પૉસિબલ) ઑર્ગન-2 વિશ્વનું સૌથી ધીમું મ્યુઝિકલ ઑર્ગન મનાય છે જે માનવ ઇતિહાસમાં સૌથી લાંબા સમય માટે સ્થાયી સંગીતની રજૂઆતનો વિષય માનવામાં આવે છે. આ પ્રયોગ જર્મનીના એક ચર્ચમાં થઈ રહ્યો છે.

સ્વર્ગીય અમેરિકન સંગીતકાર જૉન કેજ દ્વારા લખાયેલું ઍઝ સ્લો ઍઝ પૉસિબલ પાંચ સપ્ટેમ્બર, ૨૦૦૧થી જર્મનીના હલ્બર્સડેટમાં સેન્ટ બુર્કાર્ડી ચર્ચમાં વગાડવામાં આવી રહ્યું છે. આ મ્યુઝિક એટલું સ્લો છે કે એનું એક કૉમ્પોઝિશન પૂરું થતાં વર્ષો લાગે છે.

આ સંગીતમય કૃતિ ફેબ્રુઆરી, ૨૦૦૩ સુધી ચાલી હતી અને ત્યારથી માંડીને અત્યાર સુધી કેટલાય મહિનાઓ સુધી સતત અલગ નોટ્સ સાથે ચલાવવામાં આવી રહી હતી. આખું કૉમ્પોઝિશન ૨૬૪૦માં પૂર્ણ થશે એવું કહેવાય છે. જોકે આ મહાકાવ્યના પ્રદર્શનનો અંત આપણે કોઈ નહીં જોઈ શકીએ.

offbeat news hatke news international news