એંગ્લો અમેરિકન માઇનિંગ કંપનીમાં વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વેહિકલ

19 February, 2020 07:40 AM IST  |  South Africa

એંગ્લો અમેરિકન માઇનિંગ કંપનીમાં વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વેહિકલ

વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વેહિકલ

એંગ્લો અમેરિકન માઇનિંગ કંપનીમાં વિશ્વનું સૌથી મોટા કદનું ઇલેક્ટ્રિકલ વેહિકલ સાઉથ આફ્રિકાની પ્લૅટિનમ માઇનિંગ કંપનીમાં વપરાશે. ૨૯૦ ટન વજન ધરાવતી ડમ્પ ટ્રકમાં લિથિયમ આયન બૅટરી અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ્સ બન્ને પ્રકારનાં બળતણ વપરાય છે. સૌથી વધુ વજન અને ક્ષમતા ધરાવતાં વાહનોમાં પ્રથમ ક્રમે ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વેહિકલ તરીકે ઓળખાતા આ વાહન પછી બીજા ક્રમે સ્વિટ્ઝરલૅન્ડની ખાણમાં લાઇમસ્ટોન અને માર્લસ્ટોનના વહન માટે વપરાતું ઈ-ડમ્પર છે. બીજા ક્રમના વાહનની સરખામણીમાં પહેલા ક્રમનું વાહન ૬ ગણા વધુ કદનું છે. એંગ્લો અમેરિકન કંપનીએ ૨૦૩૦ના વર્ષ સુધીમાં ગ્રીન હાઉસ એમિશન્સ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડીને પર્યાવરણમાં પ્રદૂષણ પર નિયંત્રણમાં મદદરૂપ થવાના ઇરાદાથી ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વેહિકલ્સનું ઉત્પાદન શરૂ કર્યું છે. 

south africa offbeat news hatke news