પોલૅન્ડમાં ઓપન થયો છે વિશ્વનો સૌથી ઊંડો 148 ફીટનો સ્વિમિંગ-પૂલ

28 November, 2020 07:49 AM IST  |  Poland | Gujarati Mid-day Correspondent

પોલૅન્ડમાં ઓપન થયો છે વિશ્વનો સૌથી ઊંડો 148 ફીટનો સ્વિમિંગ-પૂલ

વિશ્વનો સૌથી ઊંડો 148 ફીટનો સ્વિમિંગ-પૂલ

પોલૅન્ડમાં શનિવારે વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ-પૂલ તૈયાર કરવામાં આવ્યો છે, જેની ઊંડાઈ ૧૪૬ ફીટ (લગભગ ૪૫ મીટર) છે. આ પૂલમાં ઑલિમ્પિક સાઇઝના ૨૭ સ્વિમિંગ-પૂલ જેટલું પાણી સમાઈ શકે છે. પોલૅન્ડની રાજધાની વૉર્સોથી લગભગ પચીસ માઇલ દૂર આવેલા મઝોનોવમાં બાંધવામાં આવેલા આ પૂલમાં સ્કૂબા-ડાઇવરો તેમ જ ડાઇવરો માટે શિપનો ભંગાર પણ રાખવામાં આવ્યો છે જેમાંથી તેઓ ચોક્કસ વસ્તુઓ પસંદ કરીને લઈ શકે છે. ડાઇવરો માટે ટ્રેઇનિંગ સેન્ટર મનાતો હોવાથી આ પૂલને કોરોના વાઇરસની મહામારીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સ્વિમિંગ-પૂલમાં સ્કૂબા-ડાઇવર્સ માટે પાણીની અંદરની ટનલ અને અન્ય સભ્યો માટે પૂલ તરફ પડતી હોટલરૂમ્સ તેમ જ રેસ્ટોરાં અને કૉન્ફરન્સ-રૂમનો સમાવેશ છે.

poland offbeat news hatke news international news