આ ગામની સ્ત્રીઓ પહેરે છે બ્લાઉઝ વગરની સાડી, કારણ જાણીને ચોંકી જશો

09 October, 2020 06:07 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent

આ ગામની સ્ત્રીઓ પહેરે છે બ્લાઉઝ વગરની સાડી, કારણ જાણીને ચોંકી જશો

પ્રતીકાત્મક તસવીર

આપણો ભારત દેશ તેની સંસ્કૃતિના કારણે વિશ્વભરમાં એક આગવી ઓળખ ધરાવે છે. આ સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ ભારતીય પોશાક પણ કરે છે. દુનિયાભરના લોકો ભારતીય પોશાક જોઈને આકર્ષાય છે અને તેમાં પણ ખાસ કરીને ભારતીય સ્ત્રીનું પરિધાન હોય છે સાડી. સાડીમાં કોઈપણ સ્ત્રી ખૂબ જ સુંદર લાગે છે અને એટલે જ ઘણી વિદેશી મહિલાઓ પણ સાડી પહેરીને જોવા મળે છે અને તેઓને પણ સાડી પહેરવાનું ઘણું ગમે છે. પરંતુ આપણા દેશમાં એક એવી જગ્યા છે જ્યા આજે પણ સાડી તો પહેરવામાં આવે છે પરંતુ તે ગામની સ્ત્રીઓ સાડી સાથે બ્લાઉઝ પહેરતી જ નથી.

આપણે મોટાભાગની સ્ત્રીઓને સાડી અને જાત-જાતના મેચિંગ બ્લાઉઝ પહેરતા જોયા હશે, પરંતુ આજે અમે જે ગામ વિશે વાત કરવાના છીએ ત્યાની મહિલાઓ સાડી સાથે બ્લાઉઝ પહેરતી જ નથી અને તેની પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. તો વાંચો આ છે એનું કારણ.

ભારતનું આ રાજ્ય છે છત્તીસગઢ. ત્યાની આદિવાસી મહિલાઓ બ્લાઉઝ વગરની સાડી પહેરે છે. અહીંયાની પરંપરા પ્રમાણે મહિલાઓને બ્લાઉઝલ પહેરવાની મનાઈ છે.

આ ગામની મહિલાઓ ના પાતે બ્લાઉઝ પહેરે છે ના ગામની બીજી કોઈ મહિલાઓને પહેરવા દે છે. આ વિસ્તારમાં રહેવાસીઓ શરૂઆતથી જ પોતાની આ રીત-રિવાજ ભજવતા આવ્યા છે. વર્ષોથી ચાલી રહેલી આ પરંપરા આજે પણ કાયમ છે.

પરંતુ હાલ આવેલા કેટલાક સમાચારો પ્રમાણે અહીંયા રહેતી કેટલીક છોકરીએ હવે બ્લાઉઝ પહેરવાનું શરૂ કરૂ દીધું છે, જેના કારણે ગામના લોકો તેમના ઉપર કાયદાને ભંગ કરવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. આજે પણ ગામમાં જૂના લોકો આ પરંપરાને ફૉલો કરી રહ્યા છે.

બ્લાઉઝ વગરની સાડી પહેરવાને ગતિમાર સ્ટાઈલ કહેવામાં આવે છે. લગભગ 1000 વર્ષોથી સ્ત્રીઓ આ પરંપરાને સહન કરતા આવ્યા છે. આદિવાસી મહિલાઓનું માનવું છે કે બ્લાઉઝ વગરની સાડી પહેરવાનાના કારણે તેમને કામ કરવામાં સરળતા રહે છે. જેના કારણે ખેતરમાં કામ કરવું અને વજન ઉચકવુ પણ ખૂબ જ સરળ થઈ જાય છે.

જંગલના વિસ્તારમાં સ્ત્રીઓ ગરમીના કારણે બ્લાઉઝ પહેરવાનું પસંદ કરતા નથી. ત્યારે બીજી તરફ શહેરોમાં હવે બ્લાઉઝ વગર સાડી પહેરવાની ફૅશન ચાલી રહી છે.

national news chhattisgarh offbeat news hatke news