મેક્સિકોના પરિવારમાં ત્રીજા ક્રમે જન્મેલા બાળકનું નામ પાડવામાં આવ્યુ

01 March, 2020 08:19 AM IST  |  Mexico

મેક્સિકોના પરિવારમાં ત્રીજા ક્રમે જન્મેલા બાળકનું નામ પાડવામાં આવ્યુ

મેક્સિકોમાં સંતાનોના અવનવાં નામ પાડવાનું ચલણ ઘણા વખતથી છે. તાજેતરમાં એક પરિવારમાં ત્રીજા ક્રમે જન્મેલા બાળકનું ‘ઝીરો ઝીરો-થ્રી’ નામકરણ થયું હતું. મેક્સિકોના યુકેન્ટન સ્ટેટના પાટનગર મેરીદામાં કાસેરા પીત્ઝા નામની પીત્ઝાની બ્રૅન્ડ તરફથી અવનવાં નામોની સ્પર્ધા જાહેર કરવામાં આવી હતી. વર્સિગેટોરીઝ નિવેયા અને બાહત્ઝીબાડી જેવાં નામ ધરાવતી વ્યક્તિ ફાઇનલમાં આવી હતી, પરંતુ ‘ઝીરો ઝીરો-થ્રી’ વિજેતા બન્યો હતો. તેને ઇનામમાં સાધારણ કિંમતે બે લાર્જ પેપરોની પીત્ઝા આપવામાં આવ્યા હતા. વળી એ ‘ઝીરો ઝીરો-થ્રી’ સોશ્યલ મીડિયામાં પણ ખ્યાતિ પામ્યો હતો. એ ખ્યાતિ એટલીબધી વધી કે ‘ઝીરો ઝીરો-થ્રી’ અમેરિકામાં સર્વસામાન્ય નામ બની ગયું છે.

mexico offbeat news hatke news