હથેળીમાં સમાઈ જાય એવી આ રોલ્સ રૉયસની કિંમત છે 20.29 લાખ રૂપિયા

03 June, 2020 09:45 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

હથેળીમાં સમાઈ જાય એવી આ રોલ્સ રૉયસની કિંમત છે 20.29 લાખ રૂપિયા

મિનિએચર રોલ્સ રૉયસ

ભવ્ય અને વૈભવી મોટરકારનો શોખ હોય અને રોલ્સ રૉયસ કાર ખરીદવા માટે ૩.૩૦ લાખ ડૉલર (અંદાજે ૨.૪૮ કરોડ રૂપિયા) ખર્ચવાની ક્ષમતા ન હોય તો તેમને માટે રોલ્સ રૉયસનું મિનિએચર પણ ઉપલબ્ધ છે. એમાં વપરાયેલાં બધાં સાધનો અને બધી સજાવટ ઓરિજિનલ રોલ્સ રૉયસ જેવી જ હોય છે, પરંતુ એ મિનિએચરની કિંમત પણ અમેરિકાની સર્વસામાન્ય કાર કરતાં વધુ છે. મિનિએચરની કિંમત ૨૭,૦૦૦ ડૉલર એટલે કે ૨.૨૯ લાખ રૂપિયા જેટલી થાય છે. સામાન્ય રીતે કોઈ કારના મિનિએચરની આટલી બધી કિંમત ન હોય, પરંતુ આ તો રોલ્સ રૉયસનું મિનિએચર છે. રોલ્સ રૉયસના નિષ્ણાતોએ કુલ ૪૫૦ કલાકની જહેમતે અલગ-અલગ ૧૦૦૦ પાર્ટ્સ બહુ સાવચેતી અને નજાકતથી એસેમ્બલ કર્યા હોય છે. રોલ્સ રૉયસ મિનિએચર ૪૦,૦૦૦ જુદા-જુદા રંગમાં અને જુદા-જુદા કદ અને આકારમાં ઉપલબ્ધ હોય છે. એ મિનિએચર ૨૬ સેન્ટિમીટર લાંબા, 10 સેન્ટિમીટર પહોળા અને ૯ સેન્ટિમીટર ઊંચાં છે. પ્લીન્થ માઉન્ટેડ ગ્લોસ બ્લૅક બેઝવાળા એક મીટર લાંબા ડિસ્પ્લે કેસમાં મળે છે. તમારી કાર સાથે મૅચિંગ વર્ઝન ધરાવતું મિનિએચર પણ ઉપલબ્ધ હોય છે. 

united states of america offbeat news hatke news international news