મૃત જાહેર કરેલો માણસ અચાનક જીવતો થઈ ગયો, જાણો કેમ

29 November, 2020 07:15 AM IST  |  Kenya | Gujarati Mid-day Correspondent

મૃત જાહેર કરેલો માણસ અચાનક જીવતો થઈ ગયો, જાણો કેમ

પ્રતીકાત્મક તસવીર

આફ્રિકાના દેશ કેન્યામાં રહેતો ૩૨ વર્ષનો પીટર કિગન મૃત્યુ બાદ પુનર્જીવિત થયો હોવાની ઘટના ચર્ચાનો વિષય બની છે. થોડા દિવસ પહેલાં પીટર ઘરમાં અચાનક ઢળી પડ્યો એટલે કુટુંબીજનો તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરોએ જણાવ્યું કે પીટર ઢળી પડ્યો એ જ વખતે મૃત્યુ પામ્યો છે.

ડૉક્ટરોએ પીટર મૃત્યુ પામ્યો હોવાનું જણાવ્યા પછી તેનો દેહ મડદાઘરમાં લઈ જવાયો હતો. મડદાઘરના કર્મચારીઓ પીટરના શરીરમાં એક જગ્યાએ કાપો મૂકવા ગયા ત્યાં જ અચાનક પીટરભાઈએ પીડાથી બૂમ પાડી. અચાનક પીડાની સણક ઊપડેલી જોઈને કર્મચારીઓ પણ ડઘાઈ ગયા, કેમ કે પીટરને મૃત જાહેર કરવામાં આવ્યા પછી ત્રણેક કલાકમાં તે જીવતો બેઠો થયો હતો.

આ ઘટના જાહેર થયા પછી પીટરે પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે એ ત્રણ કલાકમાં શું બન્યું એની મને ખબર નથી. અચાનક જાગ્યો ત્યારે આશ્ચર્ય થયું. મને નવજીવન બક્ષવા બદલ ઈશ્વરનો આભાર માનું છું. મારું શેષ જીવન ઈશ્વરની સેવામાં વિતાવવાનો સંકલ્પ કરું છું.

પીટરના ભાઈએ જણાવ્યું હતું કે અમે સાંજે ૫.૩૦ વાગ્યે પીટરને હૉસ્પિટલ લઈ ગયા હતા. ૭.૪૫ વાગ્યે ડૉક્ટરોએ પીટર મૃત્યુ પામ્યો હોવાનું જણાવ્યું હતું. ડૉક્ટરોએ કહ્યું હતું કે પીટર હૉસ્પિટલમાં પહોંચતાં પહેલાં જ મૃત્યુ પામ્યો હતો.પીટરનો ભાઈ.

તેના બેડ પાસે હતો. તેણે ભાઈ મૃત્યુ પામ્યો હોવાની વાત સાચી માનીને ડેથ સર્ટિફિકેટ લીધા વગર જ એ દેહને મડદાઘરમાં મોકલવાનો નિર્ણય લીધો હતો.

africa offbeat news hatke news kenya