ઘુવડે પંજામાં પકડેલો મોબાઇલ ફોન એક અગાશીમાં ફેંકી દીધો

10 July, 2020 07:58 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

ઘુવડે પંજામાં પકડેલો મોબાઇલ ફોન એક અગાશીમાં ફેંકી દીધો

ઘુવડે મોબાઈલ બાલ્કનીમાં ફેંકી દીધો

૨૦૨૦ના વર્ષમાં અનેક અણધારી, આઘાતજનક અને આશ્ચર્ય પમાડે એવી ઘટનાઓનો સિલસિલો ચાલી રહ્યો છે. એમાં એક ટ્વિટર-યુઝરે મોબાઇલ ફોનનો ફોટો શૅર કરીને કહ્યું છે કે ઘુવડે પંજામાં પકડેલા મોબાઇલ ફોન આ મકાનની અગાશીમાં ફેંક્યો હોવાનો દાવો થયો હતો. આ ફોન પર કવર પણ હતું. એ તસવીર પોસ્ટ કરનારના મિત્ર ચિન્મય હર્ષ ભોગલેને એનું વિશેષ આકર્ષણ જાગ્યું. ચિન્મયે એ તસવીરનો સ્ક્રીનશૉટ લઈને અન્ય સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. એ પોસ્ટ ચિન્મય ભોગલેએ ટ્વિટર પર શૅર કર્યા પછી અને ૨૦૦૦થી વધારે લાઇક્સ, સેંકડો રીટ્વીટ્સ અને સેંકડો કમેન્ટ્સ નેટિઝન્સે કર્યાં છે.

બૅન્ગલોરની ઘટના વિશેની અસલ ટ્વિટર પોસ્ટની નીચે લખવામાં આવ્યું છે, ‘બોલો, આવું પણ બન્યું. ગઈ રાતે એક ઘુવડે અમારા ઘરની અગાશી પર મોબાઇલ ફોન ફેંક્યો. હા, એક ઘુવડે. હા, ફોન પંજામાં ઝાલ્યો હતો. એ ફોન કોનો છે અને ક્યાંથી ઉપાડ્યો એ હું જાણતો નથી. એની સ્ક્રીન તૂટી ગઈ છે અને એ ફોન ચાર્જ થતો નથી. ફોનની માલિકી વિશે કાંઈ જાણવા મળ્યું નથી. ઘુવડ મધરાતે ટેરેસમાં બૉમ્બની માફક ફોન ફેંકે એ સ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ. ૨૦૨૦નું વર્ષ અજાયબ અને અણધારી ઘટનાઓથી સભર છે.’

bengaluru offbeat news hatke news national news