અમેરિકાના ઇડાહોનું જંગલ અવકાશમાંથી ચેસબોર્ડ જેવું દેખાય છે

21 May, 2020 09:37 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ઇડાહોનું જંગલ અવકાશમાંથી ચેસબોર્ડ જેવું દેખાય છે

ઇડાહોનું જંગલ અવકાશમાંથી ચેસબોર્ડ જેવું દેખાય છે

અમેરિકાની પ્રિસ્ટ નદીને કાંઠે ઇડાહોનું જંગલ કુદરતી સૌંદર્ય અને વન્ય જીવન ઉપરાંત ભૌમિતિક રચના માટે પણ મશહૂર છે. એથી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલી તસવીરો લોકોનું ધ્યાન આકર્ષે છે. ઑનલાઇન ઍક્ટિવિટીમાં સક્રિય નેટ યુઝર્સ તથા સોશ્યલ મીડિયા પર એ તસવીરોનું ઘણું આકર્ષણ છે. 2017ના જાન્યુઆરી મહિનામાં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં સક્રિય વિજ્ઞાનીઓએ ઇડાહોના ઉત્તર ભાગની બોનર કાઉન્ટી પાસેના વિસ્તારની તસવીરો મોકલી હતી. અવકાશમાંથી લેવાયેલી એ તસવીરોમાં સંબંધિત ક્ષેત્ર રીતસર ચેસબોર્ડ જેવા આકારનું દેખાય છે. એ ભૂમિની એ ભૌમિતિક રચના માટે 1800ની સાલની આસપાસના સમયની ફૉરેસ્ટ મૅનેજમેન્ટ ટેક્નિક કારણભૂત છે. નાસા અર્થ ઑબ્ઝર્વેટરીની નોંધ પ્રમાણે ચેસબોર્ડનાં ચોકઠાં જેવી રચનામાં સફેદ ચોકઠાં બહુ જૂનાં ન હોઈ એ નાનાં બરફ આચ્છાદિત વૃક્ષોનાં અને કથ્થઈ રંગના ચોકઠાં મોટાં અને જૂનાં વૃક્ષો તથા ઘનઘોર જંગલનાં છે. દરેક ચોકઠાની રચનાનાં યોજનાબદ્ધ કારણો છે. એક ચોરસ માઇલનું એક ચોકઠું જંગલનું અને બીજું ચોકઠું અમેરિકાની સરકાર કે રેલવે તંત્રને અપાયેલી જમીનનું છે.

united states of america offbeat news hatke news international news