આ બિલાડીને નથી શરીર પર રુવાંટી, નથી આંખના ડોળા

14 September, 2020 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બિલાડીને નથી શરીર પર રુવાંટી, નથી આંખના ડોળા

આ બિલાડીને નથી શરીર પર રુવાંટી

કૂતરો કે બિલાડી જેવા પ્રાણીના શરીર પર રુવાંટી ન હોય તો એ પ્રાણી કેવું દેખાય એ વિચારી શકાય એવી બાબત છે. વળી એ પ્રાણીની આંખોના ડોળા પણ ન હોય તો એ હૉરર ફિલ્મના પાત્ર જેવું દેખાય એ સ્વાભાવિક છે. હાલમાં સોશ્યલ મીડિયા પર રુવાંટી અને ડોળા વગરના બિલાડાની તસવીરો ખૂબ જાણીતી બની છે. જૅસ્પર નામના બિલાડાને ફીલાઇન હર્પીસ વાઇરસને કારણે શરીરની ચામડી પર રુવાંટી નથી. કૉર્નિયલ અલ્સરને કારણે એની આંખના ડોળા પણ કાઢી નાખવામાં આવ્યા છે. એની તસવીરો અપલોડ કરવામાં આવ્યા પછી ઇન્સ્ટાગ્રામ પર એના ૭૨,૯૦૦ ફૉલોઅર્સ, ટિકટૉક પર ૫૦,૦૦૦ અને ફેસબુક પર ૧૨,૦૦૦થી વધારે ફૉલોઅર્સ થયા છે. નેટિઝન્સને એ બિલાડાની એટલીબધી ચિંતા હોય છે કે એની માલિકણે નિયમિત રીતે જૅસ્પરનું હેલ્થ અપડેટ એ ત્રણેય સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર જણાવવું પડે છે. એકાદ વર્ષ પહેલાં જૅસ્પરને માઇલ્ડ સ્ટ્રોક આવ્યો હતો. ત્યાર પછી એની તબિયત સુધરી ગઈ છે. પરંતુ આજે ૧૨ વર્ષના બિલાડા માટે હવે થોડું આયુષ્ય બચ્યું હોવાનું વેટરનરી ડૉક્ટરો કહે છે.

offbeat news hatke news international news