માત્ર પાળેલાં પ્રાણીઓને શોધી આપવાનું કામ કરે છે ચીનની ડિટેક્ટિવ કંપની

06 December, 2019 09:31 AM IST  |  Japan

માત્ર પાળેલાં પ્રાણીઓને શોધી આપવાનું કામ કરે છે ચીનની ડિટેક્ટિવ કંપની

પાળેલાં પ્રાણીઓને શોધી આપે છે આ ડિટેક્ટિવ

ડિટેક્ટિવ શબ્દ જ એવો છે કે બિલોરી કાચ લઈને કાંઈક શોધી રહેલા માનવીની છબિ આંખ સામે તરવરે. માણસો તો ઠીક, પણ પાળેલાં પ્રાણીઓને શોધવા માટે પણ ડિટેક્ટિવ હોય છે એ ઘણા ઓછા લોકો જાણતા હશે. ચીનમાં એક વ્યક્તિએ પાળેલાં પ્રાણીઓ માટેની ડિટેક્ટિવ કંપની શરૂ કરી છે. ગુમ થયેલાં પાલતુ પ્રાણી શોધવાની તેની ફી ૮૦૫૪૫.૨૭ રૂપિયા પ્રતિ કેસ જેટલી ઊંચી છે, પણ તેનો ૭૦ ટકા જેટલો ઊંચો સક્સેસ રેટ જોતાં તેના ક્લાયન્ટ્સ પોતાના લાડલા પેટને શોધવા તેની સેવા લે છે.
પેટ્સને શોધવા માટે સન જિનરેને હીટ ડિટેક્ટર્સ, થર્મલ ઇમેજિંગ કૅમેરા અને એન્ડોસ્કોપ જેવાં તમામ પ્રકારનાં હાઇ-ટેક ગૅજેટ્સ વસાવ્યાં છે. ૭ વર્ષ પહેલાં શાંઘાઈમાં દેશની પ્રથમ પેટ ડિટેક્ટિવ એજન્સી શરૂ કરનાર સને અત્યાર સુધીમાં લગભગ ૧૦૦૦ કરતાં વધુ પેટને તેમના માલિક સાથે મેળવી આપ્ય‍ાં છે.
ગુમ થયેલાં પેટમાંથી ૧૫થી ૨૦ ટકા ડૉગી અને બે ટકા જેટલી કૅટ જાતે જ પોતાના ઘરે પહોંચી જતી હોય છે. સનની નિષ્ફળતાના કેસમાં ક્યાં તો પેટની ચોરી કરવામાં આવી હોય કે એ કોઈકનું ડિનર બની ગયાં હોય એવા કેસ વધુ હોય છે.

japan offbeat news hatke news