34000 વર્ષ પહેલાંના હિમ યુગના રુવાંટીવાળા ગેંડાનું બૉડી મળ્યું

01 January, 2021 06:43 AM IST  |  Mumbai

34000 વર્ષ પહેલાંના હિમ યુગના રુવાંટીવાળા ગેંડાનું બૉડી મળ્યું

ગેંડાનું બૉડી મળ્યું

૩૪,૦૦૦ વર્ષ પૂર્વે હિમ યુગના રુવાંટીવાળા ગેંડાનું શરીર રશિયાના સાઇબિરિયામાં બરફના ગંજાવર ખડકલા નીચેથી મળ્યું છે. એ ગેંડાનું લગભગ આખું શરીર યથાવત્ સ્થિતિમાં મળ્યું હતું. તેના આંતરડાં અને શરીરના કોષો પણ સારી હાલતમાં હતાં.  ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં સાઇબિરિયાના યાકુતિયા પ્રાંતમાં બરફના થર ઓગાળવાની કાર્યવાહી દરમ્યાન આ હજારો વર્ષ પુરાણા પ્રાણીનો દેહ મળ્યો હતો. હવે એ દેહને લૅબોરેટરીમાં મોકલવા માટે ઉત્તર ધ્રૂવના એ પ્રદેશના રસ્તા પરથી બરફ ઓછો થાય અને વાહનો કે માણસો માટે પસાર થવાલાયક બને એની રાહ જોવાઈ રહી છે. એબિસ્ક જિલ્લાની નદીને કિનારે મળેલું શરીર ચારેક વર્ષની ઉંમરના ગેંડાનું અને એ લગભગ ૨૦,૦૦૦થી ૫૦,૦૦૦ વર્ષ જૂનું હોવાની સંશોધકોની ધારણા છે.

offbeat news hatke news international news