થાઇલૅન્ડનું અતિવિચિત્ર ડ્રેગન ટેમ્પલ ખૂલી ગયું

12 September, 2020 07:00 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડનું અતિવિચિત્ર ડ્રેગન ટેમ્પલ ખૂલી ગયું

ડ્રેગન ટેમ્પલ

બૅન્ગકૉકથી ૪૦ કિલોમીટર દૂર આવેલા નખોન પથોમમાં વટ સૅમ્ફ્રાન એટલે કે ડ્રેગન ટેમ્પલ તરીકે જાણીતું બુદ્ધિષ્ઠ ટેમ્પલ ઘણા મહિનાઓ બાદ ટૂરિસ્ટો માટે ખુલ્લું મૂકાયું છે.

આ મંદિરની ખાસિયત એની રચનામાં છે. બુદ્ધની મોટી અને ઊંચી મૂર્તિની પાછળ એક ઊંચું સિલિન્ડર જેવું બિલ્ડિંગ છે જેમાં બૌદ્ધ સાધુઓનું નિવાસસ્થાન છે. જોકે આ બિલ્ડિંગની ફરતે જાણે ભરડો લીધો હોય એમ મોટો ડ્રેગન ફરતો દેખાય છે.

thailand offbeat news hatke news international news