થાઇલૅન્ડની મહિલા જૂનાં કપડાંના ઑનલાઇન વેચાણ માટે ભૂતડી બને છે

24 June, 2020 07:14 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડની મહિલા જૂનાં કપડાંના ઑનલાઇન વેચાણ માટે ભૂતડી બને છે

આ મહિલા જૂનાં કપડાંના ઑનલાઇન વેચાણ માટે ભૂતડી બને છે

થાઇલૅન્ડની ૪૦ વર્ષની મહિલા કનિતા થૉન્ગનાક સેકન્ડહૅન્ડ કપડાંનું ઑનલાઇન વેચાણ કરે છે. એનાં મોટા ભાગનાં કપડાં મૃત વ્યક્તિઓનાં હોવાથી વેચાણ માટે એ એશિયન સોશ્યલ મીડિયામાં ભૂતડીના વેશમાં રજૂ થાય છે. કનિતા થૉન્ગનાક થાઇલૅન્ડના ઉત્તરના પ્રાંતના ચોન ડેન શહેરના રસ્તા પર જૂનાં કપડાં વેચતી હતી. પરંતુ કોરોના રોગચાળો તેને માટે લાભદાયક નીવડ્યો છે. કનિતાએ જૂનાં કપડાંનું ઑનલાઇન વેચાણ શરૂ કર્યું હતું. ઑનલાઇન વેચાણ માટે લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કર્યા પછી શરૂઆતના થોડા દિવસ તેને ઝાઝો પ્રતિસાદ ન મળ્યો એથી તેણે વેચાણ વધારવા આઇડિયા લગાવ્યો. એ લાઇવ સ્ટ્રીમિંગમાં ભૂતડી જેવો વેશ ધારણ કરીને લોકોને અપીલ કરવા માંડી હતી. વેશ બદલ્યા પછી કનિતાના વ્યુઅર્સની સંખ્યા વધતી ગઈ. પહેલાં ૨૫-૩૦ જણ હતા, એ પછી વધતા ગયા. એક વખત તો ૪૦૦૦ લોકોએ કનિતાનું લાઇવ સ્ટ્રીમિંગ જોયું હતું અને એ દિવસથી તેનું વેચાણ પણ ખૂબ વધી ગયું હતું. એક વખતમાં દિવસ પૂરો થાય ત્યારે માંડ બે છેડા ભેગા કરતી કનિતા હવે ખૂબ સારું કમાઈ રહી છે. બોલો, રોગચાળામાં રાષ્ટ્રોનાં અર્થતંત્ર કથળી ગયાં અને કનિતાનું કિસ્મત ચમકી ગયું.

thailand offbeat news hatke news international news