બિલાડીને થયેલું ફંગલ ઇન્ફેક્શન, એની હર્બલ દવાથી એ પીળી થઈ ગઈ

26 August, 2020 07:26 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

બિલાડીને થયેલું ફંગલ ઇન્ફેક્શન, એની હર્બલ દવાથી એ પીળી થઈ ગઈ

પીળા રંગની બિલાડી

થાઇલૅન્ડની થમાપા સુપામા નામની એક મહિલા તેની પાળેલી બિલાડીના ચામડીની બીમારી-ફંગલ ઇન્ફેક્શનથી ખૂબ પરેશાન હતી. એ મહિલાએ હળદરનો સાર ભેગો કરેલી દવા એ બિલાડીના શરીર પર લગાડતાં એ આખી પીળી થઈ ગઈ હતી. થમાપાએ જેટલી જગ્યામાં ઇન્ફેક્શન હતું એટલીજ જગ્યાએ દવા લગાડવાને બદલે બિલાડીના આખા શરીર પર ટર્મરિક એક્સ્ટ્રૅક્ટનો લેપ લગાડી દીધો હતો. એ દવાથી બિલાડીનો ફંગલ ઇન્ફેક્શનનો ચર્મરોગ તો મટી રહ્યો છે, પરંતુ હળદરને લીધે એ પાળેલું પશુ થોડાં અઠવાડિયાં સુધી પીળા રંગનું જ દેખાશે. જોકે થમાપાએ આકસ્મિક રીતે બદલાયેલા રંગમાં પણ વૅલ્યુ એડિશનનો પ્રયાસ કર્યો છે. બિલાડીના ગાલ પર બે-ચાર લાલ લપેડા કરીને કૅટનો લુક અનોખો બનાવ્યો છે.

thailand offbeat news hatke news international news