ભલે રૂની પૂણી અને બરફ જેવા લાગે, પણ આ છે સફેદ રેતીનાં શિલ્પો

05 September, 2020 07:31 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

ભલે રૂની પૂણી અને બરફ જેવા લાગે, પણ આ છે સફેદ રેતીનાં શિલ્પો

સફેદ રેતીનાં શિલ્પો

થાઇલૅન્ડમાં પતાયા શહેરની બહાર એક ઇન્ડોર પાર્ક છે જેમાં સફેદ પૂણી જેવા ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ પર આધારિત શિલ્પોનું અનોખું વિશ્વ બનાવવામાં આવ્યું છે.

અહીંનાં સ્કલ્પ્ચર્સ જાણે આઇસમાંથી કોતરવામાં આવ્યા હોય એવાં દેખાય છે, પણ એ હકીકતમાં સફેદ રેતીમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. એક સૅક્શનમાં બરફનાં શિલ્પો પણ છે, જેમાં થાઇલૅન્ડની ફેમસ ટુક-ટુક અને મંદિરોની પ્રતિકૃતિ છે.

thailand offbeat news hatke news