થાઇલૅન્ડનો આર્ટિસ્ટ ભીંતચિત્રો દોરીને બિરદાવે છે કોરોના ફાઇટર્સને

24 May, 2020 11:04 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડનો આર્ટિસ્ટ ભીંતચિત્રો દોરીને બિરદાવે છે કોરોના ફાઇટર્સને

મ્યુરલ્સ

થાઇલૅન્ડમાં ૩૭ વર્ષનો સ્ટ્રીટ આર્ટિસ્ટ મ્યુ બોન ભીંતચિત્રો રચીને કોરોના રોગચાળા સામે લડતા આરોગ્ય, સફાઈ તથા અન્ય આવશ્યક સેવાઓ નિભાવતા કર્મચારીઓને બિરદાવી રહ્યો છે. મ્યુરલ્સમાં હેલ્થ વર્કરના વેશમાં પાંખોવાળું પાત્ર કાંટાળા કોરોનાની ઉપર ઝળૂંબતા હોવાનું ચિત્ર બનાવે છે.

મ્યુ બોનનો અર્થ સ્થાનિક ભાષામાં સતત કાર્યરત હાથો એવો થાય છે. મ્યુરલ્સ દ્વારા તેણે એવો પણ સંદેશ આપ્યો છે કે કોરોના વાઇરસને ડામવાના પ્રયાસો પર હજી પૂર્ણવિરામ મુકાયું નથી અને એ લડાઈમાં દરેક વ્યક્તિની ભૂમિકા છે. લોકોને પરિસ્થિતિનો ખ્યાલ આવે અને લોકો ઘરમાં રહીને એકબીજાને મદદરૂપ થયા હતા, એવું ઇતિહાસમાં નોંધાય એ ઉદ્દેશથી મ્યુરલ્સ રચ્યાં હોવાનું મ્યુ બોને જણાવ્યું હતું.

thailand offbeat news hatke news international news