થાઇલૅન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ 17 ફીટ લાંબો કરમિયો હતો

26 September, 2020 07:24 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ 17 ફીટ લાંબો કરમિયો હતો

આ માણસના પેટના દુખાવાનું કારણ 17 ફીટ લાંબો કરમિયો હતો

થાઇલૅન્ડના નખોન સાવન ટાઉનમાં ડુએન્ગચાન નામના યુવકને પેટમાં દુખાવો થતો હતો. પેટમાં જાણે વળ ચડી હોય એમ વીંટ આવતી હતી. એક તબક્કો એવો આવ્યો કે દુખાવો સહન ન થયો. તે તરત વૉશરૂમમાં ફ્રેશ થવા ગયો. મળમાર્ગે તેને એક સફેદ કૃમિ નીકળતો જોવા મળ્યો હતો. તેણે હિંમત કરીને કૃમિને ખેંચવાનું શરૂ કર્યું. એ કૃમિ ધીમે-ધીમે કરતા એટલો લાંબો નીકળતો ગયો કે તે ખુદ અચંબિત થઈ ગયો. આ કૃમિ લગભગ ૧૭ ફુટ લાંબો હતો.

જીવંત કરમિયાને જોઈને આશ્ચર્ય અને આઘાતથી ડુએન્ગચાન એ લઈને તરત ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે કહ્યું કે કાચું માંસ ખાવાને કારણે તેના પેટમાં કૃમિ ગયો હતો અને એ ધીમે-ધીમે મોટો થઈને આટલો લાંબો થયો હોવો જોઈએ. ડૉક્ટરનું કહેવું છે કે તેના પેટમાં હજી બીજા થોડા કરમિયા ઊછરી રહ્યા હોવાથી તેને રાહત થતાં સમય લાગશે.

thailand offbeat news hatke news