71 લાખ રૂપિયાનું ઇનામ જીતવા 300 દુલ્હનો રેસમાં ઊતરી

27 November, 2019 09:59 AM IST  |  Bangkok

71 લાખ રૂપિયાનું ઇનામ જીતવા 300 દુલ્હનો રેસમાં ઊતરી

300 દુલ્હનો રેસમાં ઊતરી

થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં રવિવારે એક વિશિષ્ટ રેસ થઈ. લગ્નોત્સુકો માટે આ ખાસ ઉત્સુકતા જગાવતી રેસ હતી. ગયા વર્ષે જ્યારે આ રેસ યોજાયેલી ત્યારે એમાં ૧૦૦ યુવતીઓએ ભાગ લીધો હતો. જોકે આ વર્ષે તો એની લોકપ્રિયતા ચરમસીમા પર હોય એવું લાગ્યું. ઍન્યુઅલ રેસમાં વેડિંગ પૅકેજ જીતવાનો મોકો હોય છે. જે યુવતી જીતે તે ભવ્યાતિભવ્ય રીતે લગ્ન કરવાનું સપનું પૂરું કરી શકે છે. આ રેસમાં જો દુલ્હાઓ દોડવા માગે તો તેઓ પણ દુલ્હનોની સાથે દોડી શકે છે.

આ પણ વાંચો : સાતમા ધોરણમાં ભણતા 12 વર્ષના છોકરાને ડેટા સાયન્ટિસ્ટની નોકરી મળી

આ રેસ જીતનારને ૭૧ લાખ રૂપિયાનું વેડિંગ પૅકેજ ફ્રી મળે છે અને એની શરત એ હોય છે કે શહેરની ગલીમાં તેમણે દુલ્હનના વેશમાં દોડવાનું છે.

thailand bangkok offbeat news hatke news