મૃત બહેનના શબ પાસેથી ખસવા તૈયાર નહોતો આ ડૉગી

26 May, 2020 07:31 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

મૃત બહેનના શબ પાસેથી ખસવા તૈયાર નહોતો આ ડૉગી

મૃત બહેનના શબ પાસેથી ખસવા તૈયાર નહોતો આ ડૉગી

અમેરિકાના ટેક્સસ રાજ્યના એક રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામેલી એક ડૉગીના શરીર પાસે બીજો એક ડૉગી ક્યાંય સુધી બેઠેલો જોવા મળ્યો હતો. અધિકારીઓને અકસ્માતના સમાચાર મળતાં જ તેઓ તરત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પણ આ ડૉગી મૃત ડૉગીના શરીર પાસે ઊભો છે અને નજીક આવવાની કોશિશ કરનારાઓ સામે ઘૂરકિયાં કરે છે. મૃત્યુ પામેલી માદા ડૉગીનો આ કદાચ ભાઈ છે એવું પોલીસને લાગે છે. પોલીસોએ એને શબથી દૂર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ આ ડૉગી કેમેય તૈયાર થયો નહીં. છેવટે ઍનિમલ કન્ટ્રોલ ઑફિસરો ડૉગીને તેઓ તેની મદદ માટે આવ્યા છે એમ સમજાવવામાં સફળ રહ્યા બાદ ડૉગીએ મૃત ડૉગીના શરીરને લઈ જવા દીધું હતું.

હાલમાં આ ડૉગી જેને ગાર્ડિયન નામ આપવામાં આવ્યું છે એ શેલ્ટર હોમમાં છે અને ૨૯ મે પછી એને દત્તક આપવાની પ્રક્રિયા શરૂ થશે.

texas offbeat news hatke news international news