બન્ને હાથ પગ ગુમાવ્યા બાદ 9 વર્ષનો આ છોકરો મોઢેથી પેઇન્ટિંગ કરે છે

01 January, 2021 06:43 AM IST  |  Telangana

બન્ને હાથ પગ ગુમાવ્યા બાદ 9 વર્ષનો આ છોકરો મોઢેથી પેઇન્ટિંગ કરે છે

મોઢેથી પેઇન્ટિંગ કરે છે 9 વર્ષનો આ છોકરો

તેલંગણના ૯ વર્ષના મધુકુમાર નામના છોકરાએ અકસ્માતમાં બન્ને હાથ અને પગ ગુમાવ્યા બાદ પણ મોઢામાં પેઇન્ટ-બ્રશ પકડીને પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. પેઇન્ટિંગ કરવાની ધગશ અને ખૂબ મહેનત કરીને સુંદર ચિત્રકારી કરનાર આ બાળક અન્યો માટે પ્રેરણાનો સ્રોત બન્યો છે. છઠ્ઠા ધોરણમાં ભણતા મધુએ ગયા વર્ષે જીવલેણ અકસ્માતનો સામનો કરેલો. મધુકુમારનું કહેવું છે કે એ વખતે મેં સાવ આશા ગુમાવી દીધી હતી, પરંતુ અનેક લોકો મારી વહારે આવ્યા અને મેં પેઇન્ટિંગ કરવાનું શીખી લીધું.

૧૫ સપ્ટેમ્બરે કામકોલે ગામના પોતાના ઘરની ટેરેસ પર રમતી વખતે લોખંડનો સળિયો જીવંત વાયર સાથે સંપર્કમાં આવતાં એનો આંચકો લાગતાં મધુકુમારે બંને હાથ અને પગ ગુમાવી દીધા હતા. મધુકુમારના માતા પિતા જણાવે છે કે મારાં બીજાં ત્રણ સંતાન હોવાથી મારે માટે મધુનું પાલન-પોષણ કરવું મુશ્કેલ હતું. આ વખતે એક કલાકાર ડૉક્ટર સમુદ્રલા હર્ષાએ મધુકુમારને મોઢાથી સ્કૅચ કરવાનું શીખવવાની તાલીમ આપવાની ઑફર કરી. ચિરંજીવી અને તેના જેવી અનેક જાણીતી હસ્તીઓએ મધુકુમારની આ કળાનાં વખાણ કર્યાં છે. મધુકુમાર હર્ષા સાથે એક લાઇવ ઇવેન્ટમાં ભાગ પણ લઈ ચૂક્યો છે.

offbeat news hatke news national news telangana